IND vs ENG: ઈંગ્લેન્ડને હરાવી T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં પહોચ્યું ભારત, શનીવારે સાઉથ આફ્રિકા સામે રમશે ફાઈનલ મેચ

  • June 28, 2024 01:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

T20 વર્લ્ડ કપ 2024ના બીજા સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવી T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં ભારત પહોચી ગયું છે. ભારતે 68 રને મેચ જીતી લીધી છે. હવે શનીવારે સાઉથ આફ્રિકા સામે ફાઈનલ મેચ રમશે.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે T20 વર્લ્ડ કપ 2024ની બીજા સેમિફાઇનલમાં ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા છે. 172 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતે T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 


રોહિત શર્માએ ફટકારી ફિફ્ટી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય કેપ્ટને 146.15ના સ્ટ્રાઈક રેટથી 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.




ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.


ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેયરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application