સામન્થા રૂથ પ્રભુ આલિયા અને દીપિકાને પાછળ છોડીને નંબર ૧ બની
સામન્થા રૂથ પ્રભુ આલિયા અને દીપિકાને પાછળ છોડીને નંબર ૧ બની
July 24, 2026 03:21 PM
ઓરમેક્સ મીડિયાની ટોપ ૧૦ ની યાદીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. આ વખતે પણ ટોપ ૧૦ ની યાદીમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓનું વર્ચસ્વ રહ્યું છે. ગયા મહિને, આલિયા ભટ્ટ નંબર ૧ હતી, પરંતુ આ અભિનેત્રીએ તેમને પાછળ છોડી દીધા છે. ઓરમેક્સ મીડિયાએ તાજેતરમાં ટોપ ૧૦ સૌથી લોકપ્રિય અભિનેત્રીઓની યાદી બહાર પાડી છે.દક્ષિણ ભારતીય અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુએ આ મહિને ફરી એકવાર ઓરમેક્સ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સામન્થા એપ્રિલમાં બીજા ક્રમે આવી હતી.બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ વખતે ઓરમેક્સ મીડિયા ટોચના ૧૦ યાદીમાં બીજા ક્રમે છે.બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી છે.રશ્મિકા મંદાના સાઈ પલ્લવી અને નયનતારાને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે.દક્ષિણ ભારતીય અભિનેત્રી કાજલ અગ્રવાલ આ વખતે પાંચમા સ્થાને છે. કાજલ એક જાણીતી દક્ષિણ ભારતીય અભિનેત્રી છે.સાઈ પલ્લવીએ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. સાઈ ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'રામાયણ'માં જોવા મળશે. ફિલ્મમાં તે માતા સીતાની ભૂમિકા ભજવે છે.બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન આ યાદીમાં જોડાઈ છે. કૃતિ ૭મા ક્રમે છે.અભિનેત્રી નયનતારા ઓરમેક્સ યાદીમાં ૮મા ક્રમે છે.અભિનેત્રી ત્રિશા કૃષ્ણન આ યાદીમાં ૯મા ક્રમે છે. જયારે શ્રીલીલા આ મહિને ઓરમેક્સ યાદીમાં ફરી પ્રવેશ કરી છે. કેટરિના કૈફ આ યાદીમાં 10મા ક્રમે છે.