BREAKING NEWS

સાહિત્યકાર સાંઈરામ દવેના પિતા ‘શ્રી પ્રસાદજી’નું રાજકોટ ખાતે નિધન; આવતીકાલે સવારે નીકળશે અંતિમયાત્રા, સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી

  • June 23, 2026 10:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર અને કેળવણીકાર સાંઈરામ દવેના પિતાશ્રી વિષ્ણુપ્રસાદ દવે (સાહિત્ય જગતમાં ‘શ્રી પ્રસાદજી’ તરીકે જાણીતા) નું ૭૪ વર્ષની વયે આજ રોજ રાજકોટ ખાતે દુઃખદ નિધન થયું છે. પિતાના છત્રછાયા ગુમાવતા જ દવે પરિવાર સહિત સમગ્ર ગુજરાતના સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક જગતમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે.

દવે પરિવારના સત્તાવાર સંદેશ અનુસાર લૌકિક ક્રિયા અને અંતિમ સંસ્કાર આવતીકાલે નીચે મુજબના શિડ્યુલ પ્રમાણે યોજાશે:

અંતિમયાત્રાનો સમય: આવતીકાલે ૨૪ જૂન, બુધવાર વહેલી સવારે ૧૦:૦૦ કલાકે નીકળશે.

પ્રસ્થાન સ્થળ (નિવાસસ્થાન): "ગંગોત્રીધામ", કલ્યાણ પાર્ક, નાના મૌવા મેઇન રોડ, રાજકોટ.

અંતિમ સંસ્કાર સ્થળ: મોટા મૌવા સ્મશાન, કાલાવડ રોડ, રાજકોટ.


​​​​​​​વિષ્ણુપ્રસાદ દવેએ સાંઈરામ દવે જેવા સમર્થ કલાકાર ગુજરાતને આપ્યા. ૭૪ વર્ષની વયે તેમણે રાજકોટ ખાતે અંતિ શ્વાસ લીધા હતા. આ ગમગીન સમાચાર મળતા જ લોકકલાકારો, સાહિત્યકારો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર અને રૂબરૂ પિડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ સાંસ્કૃતિક નગરીમાંથી આવેલા સાહિત્ય જગતના આ માઠા સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર દિવંગત આત્માને પરમ શાંતિ આપે અને સાંઈરામ દવે તથા સમગ્ર દવે પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application