દામનગરમાં વરલી, દારૂના અખાડા પર SMCનો દરોડો

  • September 07, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના દામનગરમાં વરલી મટકાના જુગારના અખાડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડી વરલીના આંકડા લખનાર રાઇટર, કેશિયર અને જુગાર રમાનાર શખસો સહીત ૯ ને ઝડપી પાડા હતા જયારે વરલીનો અખાડો ચલાવનાર બંને સંચાલકો હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી તમામ સામે ગુનો નોંધ્યો છે. એસએમસીએ દરોડા દરમિયાન રોકડ, પાંચ મોબાઈલ, ત્રણ મોટર સાઇકલ અને વરલીનું સાહિત્ય તેમજ દારૂના ચપલા પણ મળી આવ્યા હતા. જે મળી કુલ .કિ..૧,૩૫,૪૫૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. એસએમસીની વરલીના દરોડા બાદ સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે.
રાયમાં દા–જુગારની પ્રવૃત્તિને ડામવા માટે સતત કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિ રાયની સૂચનાથી ટિમ અમરેલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, દામનગરમાં વરલી મટકાનો અખાડો મોટા પાયે સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે ગત સાંજે એસએમસીની ટિમ ત્રાટકતા વરલીના અખાડામાં જુગારીઓની નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી વરલીના આંકડા લખતો હિમત ઉર્ફે કાળુ સામજીભાઇ જયપાલ, હરેશ વાધજીભાઇ વણકર (બન્ને રહે.વણકર વાસ દામનગર) આ ઉપરાંત પૈસાની લેતી દેતી કરતો કેશિયર મુકેશ ઠાકોર (રહે.પટેલ વાડીની બાજુમા દામનગર) ) તેમજ પંટરો ગણેશ નાનજીભાઇ કોળી (રહે.માંડવી તા.ગારીયાધાર), અમીત દેવસીભાઇ પરમાર (રહે.મફતપરા હજીરાધારા), સંજય દિનેશભાઇ સોલંકી (રહે.પાડરસીંગા તા.લાઠી), ભાવેશ બાબુભાઇ ખાખડીયા (રહે.૧૧૧ પ્લોટ વિસ્તાર દામનગર)ને ઝડપી પાડી રોકડ, પાંચ મોબાઈલ, ત્રણ મોટર સાઇકલ અને વરલીનું સાહિત્ય મળી કુલ .કિ..૧,૩૫,૪૫૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો, રાઇટર સહિતનાની પૂછપરછ કરતા વરલીનો અખાડો ભરત જયંતીભાઇ ગોહીલ (રહે.દામનગર)નો અર્જુન જીવણભાઇ સાથળીયા (રહે.દામનગર) સાથે ભાગીદારીમાં ચલાવતો હોવાનું ખુલ્યું હતું.  દારૂ આપનાર દામનગરના શૈલેષ ચાવડીયાનું નામ ખૂલતા ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી તમામ સામે દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

એલસીબી કાચી પડી કે બાતમીદારો ?
અમરેલી જિલ્લામાં નાના–મોટા ગુનાઓ ગણતરીના દિવસોમાં ડિટેકટ કરી આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી પાવરફુલ એલસીબીને દામનગરમાં આટલો મોટો વરલીનો અખાડો ચાલતો હોવાની બાતમી નહિ મળી હોઈ કે પછી બાતમીદાર કાચા પડા હશે ? તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત નાના એવા ગામમાં સ્થાનિક પોલીસના નાક નીચે વરલીનો અખાડો ચાલતો હોય છતાં પોલીસ સ્ટાફને ખબર ન પડે એ વાત પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ હજમ થાય નહીં, ત્યારે હવે જોવાનું એ છે કે, એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ અને એલસીબી સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી હમેશની જેમ જમાદાર ઉપર ખાતાકીય પગલાનો ભોગ બની ઉપરી અધિકારીઓ છૂટી જાય તેવો ઘાટ જોવા મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application