છાયામાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ડી.ડી. કોટીયાવાલા લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને નરસિંહ મહેતા યુનિવર્સીટીના કાયદાશાખામાં ડીન તરીકે વરણી કરવામાં આવતા પોરબંદરના શિક્ષણ જગતમાં અને કાયદાવિદોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
શ્રી સ્વામિનારાયણ ગુકુળ છાયા ખાતે સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરતી અને શિક્ષણ ક્ષેત્રે સતત પરિશ્રમ અને ધ્યેય નિષ્ઠાને વરેલ પોરબંદર જિલ્લામાં કાયદાનું શિક્ષણ આપતી એકમાત્ર ડી. ડી. કોટીયાવાલા મ્યુનીસીપલ લો કોલેજના કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વિજયસિંહ જી. સોઢા કે જેઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાયદામાં સમગ્ર ભારતમાં અઘરી ગણાતી યુ.જી.સી. નેટ અને પીએચ.ડી. ઉતીર્ણ છે. તેમજ તેની સાથે વકીલાત ક્ષેત્રે ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા કક્ષાએ આઠ વર્ષની પ્રેકટીસનો પણ બહોળો અનુભવ ધરાવે છે. જ્યારથી તેઓએ ઇન્ચાર્જ પ્રિન્સીપાલનું પદ સંભાળ્યુ ત્યારથી કોલેજને સતત સફળતાના શિખર સર કરાવેલ છે. કાયદાના વિદ્યાર્થીઓને અનુસ્નાતકકક્ષાનું અને પીએચ.ડી.નું શિક્ષણ ઘર આંગણે મળી રહે તેવા ઉમદા હેતુથી માસ્ટર ઓફ લો (એલ.એલ.એમ.)નો અભ્યાસક્રમ પણ આ કોલેજમાં ચાલુ કરાવેલ છે. તેઓ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના એકમાત્ર પીએચ.ડી. ગાઇડ છે અને તેઓના માર્ગદર્શન હેઠળ હાલમાં બે વિદ્યાર્થી પીએચ.ડી. નું સંશોધન કાર્ય કરી રહેલ છે. તેઓ હાલમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં કાયદા વિદ્યાશાખાના બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન, કાયદા વિદ્યાશાખાના ચેરમેન તેમજ તેમજ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના એલ.એલ.બી./ એલ.એલ.એમ. પ્રવેશ મધ્યસ્થ સમિતિના ચેરમેનની જવાબદારી તેઓ ખૂબજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા હતા. સમાજના કોઇપણ વર્ગના લોકો ન્યાયથી વંચિત ન રહે તે માટે કોઇપણ વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, કૌટુંબિક કાયદો, ફોજદારી સંરક્ષણ હાઉસિંગ વિવાદો મજૂર અધિકારો વગેરે વિવિધ મુદાઓનું સમાધાન અર્થે પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટના સેક્રેટરી જજ એસ.એચ. બામરોટીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીને સાથે રાખી મફત કાનૂની સેવાકેન્દ્ર પણ આ કોલેજમાં શ કરાવેલ.તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કાયદાની સરકારી, અનુદાનિત તેમજ સેલ્ફ ફાયનાન્સ કોલેજો વચ્ચે નીતિ નિયમોના લીધે નવા વિદ્યાર્થીને પ્રવેશ આપવા, જુના વિદ્યાર્થીઓને વકીલાત ક્ષેત્રે ખુબજ જરી એવી સનદ્ મેળવવા તેમજ કોલેજને આગળ ચાલુ રાખવા જેવા વિવિધ પ્રશ્ર્નો ઉપસ્થિત થયેલ કે જેમાં ઘણી કોલેજોએ બાર કાઉન્સીલની સામે કેસ કરીને સામે ચાલીને મુસીબત વહોરી લીધેલ જ્યારે કાયદાક્ષેત્રે આગવી સુઝબુઝ તેમજ પ્રેકટીકલ નોલેજ ધરાવનાર ડો. વિજયસિંહ જી. સોઢાએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનોજકુમાર મિશ્રા સાથે સતત સંચાર સાધી બે વખત દિલ્હી ખાતે બ મુલાકાત લઇ માત્ર ડી.ડી. કોટીયાવાલા મ્યુનિસીપલ લો કોલેજને જ નહી પરંતુ ભકત કવિ નરસિંહ મહેતા યુનિર્સીટીના એલ.એલ.બી., એલ.એલ.એમ. મધ્યસ્થ પ્રવેશ સમિતિના ચેરમેન હોવાના લીધે અન્ય કોલેજોના ટ્રસ્ટીઓને પોતાની વાકછટાથી બાર કાઉન્સીલની સામે કેસ કરવાને બદલે આ મડાગાંઠ ઉકેલ આવે તે માટે પ્રેકટીકલ રસ્તો અપનાવવા સમજાવી પોતાની આ કોલેજની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની અન્ય કાયદાની કોલેજોમાં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ શ કરાવી જુના વિદ્યાથીૃઓને સન મેળવવા મુશ્કેલી ન પડે તેમજ કોલેજોના માન્યતા અંગે જેવા ખૂબજ ગંભીર પ્રશ્ર્નોનો પોાની આગવી કોઠાસૂઝથી નિરાકરણ કરાવેલ. હાલ ગુજરાત રાજ્યમાં ફકત ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જુનાગઢની જ કાયદાની દરેક કોલેજને બી.સી.આઇ.ની માન્યતા સાથે વિદ્યાર્થીઓને એડમીશન કરાવેલ છે તેમજ કાયદાના અભ્યાસ રેગ્યુલરાઇઝ કરાવીને જુના વિદ્યાર્થીઓના પ્રેકટીસ માટેનો સનદનો પ્રશ્ર્ન પણ હલ કરાવેલ છે.
સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં કાયદા વિદ્યાશાખામાં સૌથી નાની ઉંમરમાં ડીનની જવાબદાની નીભાવવાનો રેકોર્ડ ડો. વિજયસિંહ જી. સોઢાએ સ્થાપેલ છે. તો આટલી બધી સિધ્ધિઓ નાની ઉંમરે મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી તેમજ બીજા ટ્રસ્ટીગણ તેમજ ગુરુકુળ શૈક્ષણિક સંકુલના આચાર્યો અને સ્ટાફ તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓ અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સંલગ્ન કાયદાની તમામ કોલેજના આચાર્યો તથા અધ્યાપકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech