કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!

  • December 23, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના કમલાબાગ પોલીસમથક પાસે રાજીવગાંધી સર્કલ પર ટ્રાફિકપોલીસ ચોકીને ઠોકર મારી અજાણ્યો શખ્શ નાશી છૂટતા જાણે કે પોલીસની મજાક ઉડાડતો હોય તેવુ કૃત્ય કરનાર આ ઇસમ સામે કડક કાર્યવાહીની માંગણી થઇ છે.
કોઈપણ વાહન ચાલક વ્યક્તિને ઠોકર મારીને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટે છે ત્યારે હિટ એન્ડ રનની ઘટના બને છે પરંતુ હવે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે જ ‘હિટ એન્ડ ફન’ની ઘટના બની છે. વાત એવી છે કે કમલાબાગ પોલીસ સ્ટેશનની પાસે જ આવેલ રાજીવ ગાંધીની પ્રતિમાવાળા સર્કલ પર ટ્રાફિક પોલીસની બેઠક માટેની ચોકી મૂકવામાં આવી હતી. રાત્રિના સમયે કોઈ બેફામ સ્પીડે જતા ભારે વાહનના ચાલકે આ ચોકીને ઠોકર મારીને નેસ્તનાબૂદ કરી નાખી છે. પોલીસ સ્ટેશનથી માત્ર સો ફૂટ ના અંતરે બનેલી આ ઘટના બાદ પણ વાહન ચાલક જાણે કે પોલીસની મસ્તી કરતો હોય તેમ પોતાનું વાહન રોકીને પોલીસને જાણ કરવાની બદલેહિટ એન્ડ ફનનું સૂત્ર આત્મસાત કરીને નાસી છૂટ્યો હતો. સવારે કમલાબાગ પોલીસ મથક ખાતે રૂબરૂ જઈને પૂછપરછ કરવામાં આવતા ત્યાં એવું જાણવા મળ્યું હતું કે આ બનાવની કોઈ જાણ ત્યાં થઈ નથી.  એ જ રીતે પોલીસ કંટ્રોલ‚મમાં પણ તે અંગેની કોઇ જ જાણ કરવામાં આવી નહી હોવાનું જાણવા મળ્યુ હતુ. માટે પોલીસ દ્વારા હવે સી.સી.ટી.વી. ફૂટેજ ના આધારે આ વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવે અને તેને પકડી પાડવામાં આવે તથા કાયદાકીય સબક શિખાડવામાં આવે તે જરૂરી બન્યું છે. બેફામ બનેલા વાહન ચાલકો આ રીતે પોલીસ સ્ટેશન પાસે જ અકસ્માત સર્જીને નાસી છૂટતા હોય તો હવે તેઓને કાયદાનું ભાન કરાવવું જ જોઈએ તેવું પોરબંદરવાસીઓ ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application