ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત થયા બાદ પકંજ જોશી ચાર્જ લેશે. રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી 31મી જાન્યુઆરીથી ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે. ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત થશે. 59 વર્ષીય પંકજ જોશી ઑક્ટોબર 2025 સુધી એટલે ૧૦ મહિના મુખ્ય સચિવ રહેશે.
કોણ છે પંકજ જોશી ?
IAS અધિકારી પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે અને હવે ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત છે.
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડના
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓએ ભારતીય સનદી સેવા IASની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે.
એમ. કે. દાસની જગ્યાએ બન્યા હતા એડિશનલ ચીફ સેક્રેટરી
ગુજરાતમાં મંત્રીમંડળના રાજીનામાં બાદ ગેસ કેડર અને અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
પંકજ જોશીએ વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે
પંકજ જોશી વર્ષ 1989માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. ગુજરાતમાં તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ, કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગમાં વિવિધ વિભાગોમાં રાજ્યની સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech