નવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ

  • December 23, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં નવ મહિના પહેલા જ્યુબેલી વિસ્તારમાં ઘી વહેંચવા આવેલી બે  મહીલાઓએ એક લાખ ‚પિયાની છેતરપીંડી કરીને તાંબા પિતળની કટકીઓ સોનામાં ખપાવીને પોતાની પાસે જુનુ સોનુ છે તેમ કહી ચીટીંગ કરતા પોલીસ ફરીયાદ નોંધાવાઇ હતી. જેનો ભેદ ઉકેલીને પોલીસે રાજકોટની બે મહિલાઓની ધરપકડ કરી છે. 
નવ મહિના પહેલા નોંધાવાયો હતો ગુન્હો
પોરબંદરના જયુબેલી વિસ્તારમાં ડો.જસુબેન કારાવદરાના દવાખાના પાસે રહેતા ઉષાબેન રમેશભાઇ ધોકીયા નામના ૪૪ વર્ષીય મહીલાએ નવ મહિના પહેલા એવી પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, ઉષાબેન તેમના ઘરે હતા ત્યારે બપોરે મારવાડી ભાષા બોલતી બે અજાણી મહીલાઓ તેમના લતામાં ઘી વહેંચવા માટે આવી હતી અને ર૬૦ ‚પીયે કીલોના ભાવે ઘી ખરીદયું હતું. ત્યારબાદ તા.૧૮/૩ના ઉષાબેન તથા તેની બંને દિકરીઓ નીલમ અને કોમલ તથા સાસુ જયાબેન ઘરે હતા ત્યારે સવારે ફરીથી એ બંને મહીલાઓ ત્યાં ઘરે આવી હતી અને ઘી લેવાનું પુછતા ઉષાબેને ઘી લેવાની ના પાડી હતી ત્યારબાદ આ મહીલાઓએ ‘તમારા પતિ શું કામ કરે છે?’ અમારે તમારા પતિ પાસે હીસાબ કરાવો છે અમારી પાસે સોનુ છે જેમાંથી થોડુક સોનુ વહેંચ્યુ છે જેનો હીસાબ કરતા અમને આવડતુ નથી તમારો પતિ હોય તો અમને હીસાબ કરી આપે’ તેવુ કહેતા ઉષાબેને તેમના પતિ રમેશને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. રમેશભાઇ ઘરે આવ્યા પછી મહીલાઓએ એવુ કહ્યુ હતું કે, ‘અમારી પાસે હજી થોડુક સોનુ છે અને અમારે પૈસાની તાત્કાલીક જ‚ર છે માટે તેને વહેંચવુ છે’ તેમ કહીને એક પોટલીમાંથી સોના જેવી પીળા કલરના ધાતુની ઘણી બધી કટકીઓ હતી આથી રમેશભાઇએ એ મહીલાઓને પુછતા તેણે એવુ કહ્યુ હતુ કે, અમે માલધારી છીએ અને જયાં નેસડા નાખીએ છીએ ત્યાં એક જગ્યાએ ચુલો ગાળવા માટે જમીન ખોદી તો તેમાંથી આ સોનુ નીકળ્યુ છે જેમાંથી અડધુ  સોનુ અમે હમણાં એક જગ્યાએ વહેંચ્યુ છે અને અમારે દિકરીના લગ્ન કરવાના છે માટે ‚પીયાની તાત્કાલીક જ‚ર છે એટલે આ સોનુ પણ તાત્કાલીક વહેંચવુ છે. આથી રમેશભાઇએ તેને ‘તમે લાવેલ સોનુ સાચુ છે કે ખોટુ તેની કઇ ગેરંટી તેમ પુછતા એક મહીલાએ સોનાની એક કટકી આપી હતી અને કહ્યુ હતુ કે,‘તમે તમારા સોની પાસે જઇને ચેક કરાવી શકો છો અમે બપોરે તમારા ઘરે આવીશું અને તમારે ત્યાં સોનુ વહેંચવા આવ્યા છે એ વાત કોઇને કહેશો નહીં તેમ કહીને સોનાની એક કટકી આપી જતી રહી હતી. ત્યારબાદ રમેશભાઇ તથા તેની પુત્રી એ સોનાની કટકી લઇને સોની બજારમાં ચેક કરાવવા માટે ગયા હતા અને એકાદ કલાક પછી પરત ફરતા તેમણે એવુ જણાવ્યું હતું કે, સોનાની કટકી સાચી છે ત્યારબાદ એ બંને બહેનો ફરીથી ઉષાબહેનના ઘરે આવી હતી અને પુછયુ હતુ કે,સોનીએ શું કહ્યુ ? સોનુ સાચુ છે ને? ત્યારબાદ તે મહીલાઓએ કહ્યુ હતુ કે તેમની પાસે પ૦૦ ગ્રામ જેટલી સોનાની કટકી છે અને પાંચ લાખ ‚પીયામાં વહેંચવી છે આથી પતિ રમેશભાઇએ એવુ જણાવ્યું હતું કે, આટલા ‚પીયા નથી એટલે કટકી લેવી નથી આથી એ મહીલાઓએ એવુ જણાવ્યું હતું કે આટલા સસ્તા ભાવે કોઇ સોનુ આપશે નહીં આથી એ ભાવમાં અમારે સોનુ જોતુ નથી તેમ કહેતા એ બંને મહીલાઓ જતા-જતા એવુ કહી ગઇ હતી કે, અમે બપોર પછી તમારા ઘરે આવીશું બે લાખ ‚પીયામાં આ સોનુ અમારે આપી દેવુુ છે એ મહીલાઓના ગયા પછી ઉષાબેને તેના પતિને એવુ જણાવ્યું હતું કે, આપણે થોડા ઘણાં ‚પીયાની સગવડ કરી લઇએ મારો ૩ તોલા સોનાનો દોરો, ફાઇનાન્સમાં ગીરવે મુકીને ‚પીયા ઉપાડતા આવો આવુ કહેતા રમેશભાઇ તાત્કાલીક મુથુટ ફાઇનાન્સમાં એક લાખ ‚પીયા સોનાનો દોરો ગીરવે મુકીને લઇ આવ્યા હતા અને સાંજે તે બંને બહેનો ફરીથી આવતા બે લાખ ‚પીયાની સગવડ થઇ કે નહી તેમ પુછતા એવુ જણાવ્યું હતું કે, અમારી પાસે એક લાખ ‚પીયાની સગવડ થઇ છે તેથી એ મહીલાઓએ ‘લક્ષ્મી તમારા ઘરે સામેથી ચાંદલો કરવા આવી છે તો તમે સોનુ લેવાની ના પાડો છો તેમ કહેતા રમેશભાઇએ એવુ કહ્યુ હતું કે એક લાખ ‚પીયાની સગવડ છે તેનાથી વધારે એક પણ ‚પીયો નથી  એ બે મહીલાઓએ એવુ કહ્યુ કે, કાંઇ વાંધો નહી અત્યારે અમે આ બધુ સોન તમને આપી દઇએ છીએ એક લાખ ‚પીયા આપી દો બીજા એક લાખ ‚પીયા અમે આવતા સોમવારે તમારા ઘરે આવીને લઇ જશું તેમ કહેતા ફરીયાદી ઉષાબેનના દીકરા રોનકે એ બંને મહીલાઓના ફોટા અને વીડીયો શુંટીગ પણ કરી લીધુ હતુ અને ત્યારબાદ વજન કાંટો કાઢતા પીળી ધાતુઓની કટકીઓનું પ૦૦ ગ્રામ વજન થયુ હતુ અને એક લાખ ‚પીયા એ મહીલાઓને આપી દીધા હતાં. ત્યારબાદ એ મહીલાઓ જતી રહ્યા પછી રમેશભાઇ ધોકીયા ફરી સોનીબજારમાં ગયા હતા અને તપાસ કરાવતા એ ત્રાંબા અને પિતળ જેવી પીળી ધાતુની નકલી કટકીઓ હોવાનુ જણાવ્યું હતું. તેના ઉપર સોનાનો કલર ચડાવેલો હતો. આથી ખોટુ સોનુ પધરાવીને એક લાખ ‚પીયા લઇ ગયેલ એ બંને મહીલાઓ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
પેરોલફર્લો સ્કવોડે ગુન્હો કર્યો ડીટેકટ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા તેમજ ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુ દ્રારા અનડીટીકેટ ગુન્હાઓ તેમજ પેરોલ, ફર્લો તથા નાશતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારુ સુચના આપવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઇન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા પો.હેડ.કોન્સ. હરેશભાઇ સિસોદીયા તથા પિયુષભાઇ સીસોદીયા તથા વજશીભાઇ વ‚ ની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, જયુબેલી વિસ્તારમાં ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ ‚ા. ૧૦૦૦૦૦/- ની છેતરપીંડી કરનાર બે મહીલાઓ જે ફોટા તથા વિડીયામાં દેખાય છે તે મહીલાઓ હાલ પાલનપુર ખાતે છે તેવી હકીકત આધારે પાલનપુર જઇ તપાસ કરતા સદર બન્ને મહીલાઓ મળી આવેલ જેઓની પુછપરછ કરતા પોતે આ ગુન્હો કરેલાની કબુલાત આપતા આ કામે ઉપરોકત અનડીટેકટ ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ થવા સા‚ ઉધોગનગર પો.સ્ટે. ને સોપી આપવામાં આવેલ.
પકડાયેલ આરોપી માયાબેન કૈલાશભાઇ સંચાણીયા ડો ઉ.વ. ૫૫ રહે. મુળ. રામગર વિસ્તાર ઝુપડપટ્ટીમાં ભુજ હાલ. હુડકો સોસાયટી ખોખર નદીનો પુલ રાજકોટ ચાંદનીબેન દીપકભાઇ ગુલાબભાઇ ભકોડીયા ઉ.વ. ૨૭ રહે. સોસાયટી ખોખર નદીનો પુલ રાજકોટની પોલીસે ધરપકડ કરી છે.
સદરહુ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સ. એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર તથા પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વ‚ તથા હરેશભાઇ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application