પીપળીયા પુલ પાસે અકસ્માતમાં એસબીઆઇના બેન્ક કર્મીને ગંભીર ઇજા

  • December 13, 2023 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર ઘોઘા રોડ પર આવેલા પીપળીયા પુલ પાસે અકસ્માતની ઘટના બની હતી. ઘોઘા થી નોકરી પૂર્ણ કરીને બેંક કર્મી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન પીપળીયા પુલ નજીક અકસ્માતે ભૂંડ આડુ પડતા યુવાને ગંભીર ઇજાઓ પહોંચતા 108 માં હોસ્પિટલ ખસેડાયો હતો.


 આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર નજીક આવેલા ઘોઘા થી પીપળીયા પુલ તરફ જતા રોડ પર બેંક કર્મચારીને અકસ્માતે ઇજા પહોંચી હતી. ઘોઘા ખાતે એસબીઆઇ બેન્કમાં ફરજ બજાવતા રાજુભાઈ પરમાર પોતાની નોકરી પરથી પરત ભાવનગર આવી રહ્યા હતા. તે વેળાએ ઘોઘા-ભાવનગર રોડ પર આવેલા પીપળીયા પુલ નજીક સાત ડેરી પાસે બાઈક આડુ અચાનક જ ભૂંડ આવી જતા યુવાનની બાઈક સ્લીપ થઈ હતી. જે ઘટનામાં રાજુભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઈક અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને 108 ને જાણ કરી હતી. ત્યારે 108 ની એમ્બયુલન્સ તત્કાલ ઘટના સ્થળે દોડી આવી ઈજા ગ્રસ્ત યુવાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application