BREAKING NEWS

મેવાસા ગામમાં આરડીસી બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ: સાયરન વાગતા ભાગ્યા

  • January 22, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વિરપુર નજીક આવેલ મેવાસા ગામની આરડીસી બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોડી રાતે ડિસમિસ, લોખંડના સળીયા સાથે ઘુસેલો તસ્કર સીસીટીવી કેમેરામાં સ્પ્રે છાંટતો નજરે પડ્યો હતો. જો કે, બેંકનું સાયરન વાગતાં તસ્કરો નાસી ગયા હતાં. જે અંગે વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


બનાવ અંગે જેતપુરમાં આવેલ શિવમ પાર્કમાં રહેતાં પરીનભાઇ છગનભાઇ ઠુંમર (ઉ.વ.૫૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક મેવાસા શાખામા બ્રાન્ચ મેનેજર તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવે છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૨૦ ના રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ તેઓ ઘરે સુતા હતાં ત્યારે રાજકોટ ખાતે આવેલ સીક્યુરીટી ઓફીસેથી ફોન આવેલ કે, તમારી મેવાસા શાખાની બ્રાન્ચમા સીક્યુરીટી સાયરન વાગેલ છે, તેમ જાણ કરતા તુરંત જ બેંકની સામે રહેતા નરસિંહભાઇને ફોન કરેલ કે, બેંકમા સાયરન વાગેલ છે જેથી તમે ત્યા જલ્દી જોવા જાવ.


થોડીવારમાં નરસિંહભાઈનો ફોન આવેલ કે, બેંકનો મેઈન દરવાજો, શટર તથા ગ્રીલ અને લોક મારેલ છે, સાયરન બંધ થઇ ગયેલ છે. બીજા દિવસે સવારના તેઓ સ્ટાફ સાથે બેંકે નોકરી ઉપર આવેલ અને પહેલા કલાર્ક જીગ્નેશભાઇ પાંચાણી આવી ગયેલ હતા.ત્યારે પ્યુન બ્રીજભાઈ વઘાસીયાનું અચાનક ધ્યાન પડેલ કે બેંકમા રહેલ ટેબલ બારી પાસે હોય તે ક્રોસમા પડેલ છે. તેની બાજુની બારીની લોખંડની ગ્રીલ વળેલ હોવાનું જોયેલ જેથી તે ગ્રીલ જોતા ગ્રીલમાંથી સ્ક્રુ નીકળી ગયેલ હતા. જેથી બેંકમા તેમજ આજુબાજુ અને ધાબા ઉપરથી જોતા જે ગ્રીલ વળી ગયેલ અને નુકશાન થયેલ હોય તે નવેરામા એક સફેદ કલરની પ્લાસ્ટીકની કોથળી પડેલ અને તેની ઉપર એક લોખંડનો સળીયો પડેલ હતો.


જેથી નીચે નવેરામા મોટો લોખંડનો સેન્ટીંગ કામમા વપરાતી કટવની, લોખંડનો સળીયો, લાકડાના હાથાવાળી હથોડ, ડીસમીસ તથા લોખંડનું ટાંકણુ જેવી વસ્તુઓ બારી પાસે નીચે પડેલ હતી. જેથી કોઇ માણસ રાત્રીના સમયગાળા દરમિયાન બેંકમા આવેલ હોવાની શંકાના આધારે શાખામા રહેલ સી.સી.ટી. વી. કેમેરા ચેક કરતા રાત્રીના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યો ચોર શખ્સ બારીની લોખડની ગ્રીલ વાળી બેંકની અંદર આવેલ અને હોલમા રહેલ સીસીટીવીના કેમેરાના લેન્સ ઉપર કંઇક સ્પ્રે લગાડતો જોવામા આવેલ હતો.


તે દરમ્યાન બેંકમા રહેલ સીક્યુરીટી સાયરન વાગતા અજાણ્યા ચોર નાશી ગયા હતાં. હતો. બાદમાં બેંકની શાખામાં તપાસ કરતા કોઇ ચીજ વસ્તુ, રોકડ રકમ, દાગીના કે કોઇપણ બેંક પેપર્સ કે ડોક્યુમેન્ટ/દસ્તાવેજો જેમના તેમ હતાં. જેથી ચોરીના પ્રયાસ અંગેના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application