BREAKING NEWS

રાજકોટના વાતાવરણમાં પલ્ટો: કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ ભીના થયા

  • June 26, 2026 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના વાતાવરણમાં આજે અચાનક પલ્ટો જોવા મળ્યો છે. બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અંધારપટ છવાઈ ગયો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો હતો વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા.

લાંબા વિલંબ બાદ ખાબકેલા આ વરસાદી ઝાપટાંને કારણે રાજકોટના મુખ્ય માર્ગો ભીના થયા હતા. શહેરના વ્યસ્ત એવા ૧૫૦ ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, આજીડેમ અને ઢેબર રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર ઝાપટુ વરસી ગયું હતું, જેને લીધે રસ્તાઓ સંપૂર્ણ ભીના થઈ ગયા હતા.

આ અણધાર્યા વરસાદના પગલે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સ્થાનિક નાગરિકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. જો કે, અચાનક શરૂ થયેલા વરસાદને કારણે રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો અને પદયાત્રીઓ અટવાયા હતા અને બચવા માટે આસપાસના શેડનો આશરો લેવો પડ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા રાજકોટવાસીઓમાં આ ઝાપટાંને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application