‘ફાઈટર’માં ઋતિક-દીપિકા સામે ટક્કર ઝીલશે ઋષભ
ફિલ્મ ‘ફાઈટર’નું ટ્રેલર આવ્યા બાદ જ દરેકના મોઢે ઋતિક-દીપિકાનું નામ સાંભળવા મળી રહ્યું છે. તે સિવાય વિલન પર પણ બધાની નજર ટકી ગઈ છે. જેને પુરી ફાઈટર ટીમ સામે ટક્કર લીધી છે. બન્ને દિગ્ગજ કલાકારો સામે ટક્કર લેનારા આ વીલને બોલીવુડ માં ભારે ચહલ પહલ મચાવી દીધી છે.જે બીજું કોઈ નહી, ઋષભ સાહની છે.
ઋતિક રોશનની ‘ફાઈટર’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઈ ચૂક્યુ છે. માત્ર ગણતરીના કલાકમાં જ ટ્રેલરને લોકોનો સારો રિસ્પોન્સ મળવા લાગ્યો છે. તેનું કારણ છે ઋતિક-દીપિકાની જોડી, જબરદસ્ત એરિયલ એક્શન અને દેશભક્તિના તે ડાયલોગ, જે ટ્રેલરને દમદાર બનાવે છે.
ટ્રેલર આવ્યા બાદ જ દરેકના મોઢે ઋતિક-દીપિકાનું નામ સાંભળવા મળી રહ્યું છે. તે સિવાય વિલન પર પણ બધાની નજર ટકી ગઈ છે. જેને પુરી ફાઈટર ટીમ સામે ટક્કર લીધી છે.
ફાઈટરમાં આ વિલન આખરે છે કોણ?
3 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં તમામ વસ્તુઓ સારી છે પણ ટ્રેલર જેવુ 54 સેકન્ડ પર પહોંચી જાય છે તો સ્ક્રીન પર લાલ આંખવાળા એક વ્યક્તિની એન્ટ્રી થાય છે અને આ વ્યક્તિ છે ફિલ્મનો અસલી વિલન, ટ્રેલરમાં જેવો જ પુલવામા હુમલાનો સીન આવ્યો તો વિલન વિશે જાણવાની લોકોની જિજ્ઞાસા વધી ગઈ. તમને જણાવી દઈએ કે હાથમાં બંદૂક લઈને તાબડતોડ ગોળીઓ વરસાવતો આ વિલન બીજો કોઈ નહીં પણ ઋષભ સાહની છે.
પહેલી વખત જોઈને ઋષભ સાહનીને કોઈ ઓળખી નહીં શકે, તેનું કારણ છે તેનો દમદાર અંદાજ. ‘ફાઈટર’ ફિલ્મ ઋષભની ડેબ્યુ ફિલ્મ છે, આ પહેલા તે ઘણી ચર્ચિત વેબસિરિઝમાં જોવા મળ્યા છે. પોતાની પર્સનાલિટીને લઈ ધ્યાન ખેંચી રહેલા ઋષભનો લુક જ નહીં પણ એક્ટિંગ પણ જબરદસ્ત છે.
ઋતિક રોશન સામે ટકરાશે ઋષભ
ટ્રેલરમાં ઋતિક રોશન અને ઋષભ સાહનીના એક્શન સીને બધાનું ધ્યાન ખેંચ્યુ. હિરો તો વિલનના એક્શન સીન તો સામાન્ય રીતે ફિલ્મમાં જોવા મળે જ છે પણ જે અંદાજમાં ઋષભ નજરે આવી રહ્યો છે તે એક નંબર છે. ઋષભ સાહનીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી. બોલીવુડમાં પગ મુક્યા પહેલા તે થિયેટર પણ કરી ચૂક્યો છે.
ઋષભે 2021માં એક્ટિંગ ડેબ્યુ કર્યુ. તેની પ્રથમ વેબસિરિઝ ‘ધ અમ્પાયર’ હતી. જેમાં તે બાબરના ભાઈ મહમૂદના રોલમાં નજરે આવ્યો હતો. ‘કોણ બનશે શિખરવતી’ અને ‘બેસ્ટસેલર’ના ક્રુમાં સામેલ હતા. જો કે ફિલ્મી ડેબ્યુને લઈને ઋષભ પણ ખુબ જ ઉત્સુક છે. હજુ તો માત્ર ટ્રેલર જ આવ્યુ છે અને લોકો એક્ટરના કામના વખાણ કરતા નજરે આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech