દુશ્મન સામે બદલો લેવા સાયબર એટેકનું પ્રમાણ ૮ ટકા વધ્યું: સર્વે

  • September 20, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વધતી જતી ટેકનોલોજી સાથે ઈન્ટરનેટ અને સાઈબરને લગતા ખતરાઓ પણ વધી રહ્યા છે. તાજેતરમાં એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વૈશ્વિક સ્તરે સાાહિક સાયબર હત્પમલામાં વધારો થયો છે.
સંશોધન અહેવાલો દર્શાવે છે કે આ બે વર્ષમાં સૌથી મોટો વધારો છે. સાયબર ગુનેગારો હાલમાં સાયબર એટેક માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે.

સાયબર હત્પમલાઓ ઝડપથી વધી રહ્યા છે, હેકર્સ એઆઈનો ઉપયોગ કરીને સંસ્થાઓ પર હત્પમલો કરી રહ્યા છે હાલ વૈશ્વિક સાાહિક સાયબર હત્પમલામાં ૮ ટકાનો વધારો થયો છે. સ્કેમર્સ સાયબર હત્પમલા કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે.આ હત્પમલાઓમાં વાર્ષિક ધોરણે ૨૦% વધારો જોવા મળ્યો છે.

આપણા સિવાયના દેશો માટે સાયબર એટેક એક મોટી સમસ્યા છે. રિપોર્ટ અનુસાર, આ બે વર્ષમાં સૌથી મોટો વધારો છે. હત્પમલાખોરોએ સાયબર હત્પમલાઓ કરવા માટે યુએસબી ડિવાઇસ જેવા ટૂલ્સ સાથે નેકસટ જનરેશન એઆઈ ટેકનોલોજીને કનેકટ કરી છે.

રિસર્ચ મુજબ, ૨૦૨૩ ના પ્રથમ છ મહિનામાં સંસ્થા દીઠ હુમલાઓની સરેરાશ સંખ્યા ૨૧૫૨ પર પહોંચી ગઈ છે, જે વર્ષ–દર–વર્ષે ૨૦% વધારો દર્શાવે છે.રેન્સમવેર ગ્રુપ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કોર્પેારેટ સોટવેરમાં ખામીઓનો ઉપયોગ કરી રહ્યા છે અને ડેટા એન્ક્રિપ્શનથી ડેટા ચોરી કરી રહ્યા છે.

ચેક પોઈન્ટ સોટવેરના વીપી રિસર્ચ માયા હોરોવિટઝે જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ છ મહિનામાં ગુનાહિત પ્રવૃત્તિ સતત વધી રહી છે. વૈશ્વિક સાાહિક સાયબર હત્પમલાઓમાં ૮%નો વધારો થયો છે જે બે વર્ષમાં સૌથી વધુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application