રાજકોટમાં .૪.૦૩ કરોડથી વધુની બાકી લેણી વસૂલાત માટે સંતકબીર રોડ સ્થિત રહેણાંક મિલકતનો કાયદેસર કબજો લઈ બેંકના અધિકૃત અધિકારીને સોંપવાની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ કાર્યવાહી રાજકોટ પૂર્વના મામલતદાર દ્રારા ઘી સિકયુરાઈઝેશન એકટ હેઠળ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ સારફેસી એકટ–૨૦૨૨ અંતર્ગત રાજકોટ શહેરમાં એક રહેણાંક મિલકતનો કબજો લઈને આઈ.ડી.એફ.સી. ફસ્ર્ટ બેંક લિમિટેડના અધિકૃત અધિકારીને સોંપવાની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પ્રા વિગતો મુજબ, પ્રાંત અધિકારી રાજકોટ શહેર–૧ એ.એસ. ઝાંપડાના માર્ગદર્શન અને મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ) એન.પી. અજમેરાની સૂચના અનુસાર સર્કલ ઓફિસર સત્યમ શેરસીયાએ મિલકતનો કબજો મેળવી બેંકના અધિકૃત અધિકારીને સોંપ્યો હતો. આ કાર્યવાહી મેસર્સ ઓકે મેચિંગ સેન્ટર, કલ્પેશ કાપડીયા, રામસિંગભાઈ લમણભાઈ મકવાણા, પરેશભાઈ આર. કાપડીયા તથા સુસીલાબેન આર. મકવાણા સામે હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરના સંતકબીર રોડ સ્થિત ગઢીયાનગર વિસ્તારમાં આવેલા અનમોલ પેલેસ ખાતેની પ્લોટ ન.ં ૨૦ પર આવેલી આશરે ૬૪.૭૦ ચોરસ મીટર જમીન તથા તેના ઉપરના રહેણાંક મકાનને કબજામાં લેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ મિલકત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અનુ. ન.ં ૧૧૨૩, તા. ૩૦ જાન્યુઆરી, ૧૯૯૫ મુજબ સુસીલાબેન રામસિંગભાઈ મકવાણાના નામે નોંધાયેલી છે. કલેકટર, રાજકોટ દ્રારા સારફેસી એકટ હેઠળ સિકયોર્ડ એસેટનો કબજો લેવા અંગે આ કેસ અંતર્ગત તા. ૭ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હત્પકમ કરવામાં આવ્યો હતો. તે હત્પકમના અનુસંધાને તમામ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ મિલકતનો વાસ્તવિક કબજો મેળવી બેંકને સોંપવામાં આવ્યો હતો. આ મિલકત ઉપરાંત અન્ય બે મિલકતો સામે પણ બેંકની લેણી બાકી હતી. તા. ૨૭ જુલાઈ, ૨૦૧૭ સુધી . ૪,૦૩,૩૭,૯૨૬.૭૩ જેટલી બાકી લેણી તેમજ ત્યારબાદના ચડત વ્યાજની વસૂલાત માટે સારફેસી એકટ હેઠળ કબજાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્રએ સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી બેંકને સિકયોર્ડ એસેટનો કાયદેસર કબજો સુપરત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application