Uttarkashi Tunnel Accident: ટનલ તુટી જવાના સ્થળે બચાવ કામગીરી વધુ તેજ બની, લગભગ 67% ડ્રિલિંગ થયું પૂર્ણ

  • November 22, 2023 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડના સિલ્ક્યારામાં ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઉત્તરકાશીમાં અકસ્માત સ્થળ પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. નિષ્ણાતોના મતે અંદર ફસાયેલા 41 મજૂરોને માત્ર થોડા કલાકોમાં જ બહાર કાઢી શકાય છે. ઓગર મશીન વડે ડ્રિલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. છેલ્લી માહિતી મુજબ 45 મીટર સુધી પાઈપ અંદર ધકેલવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સ્ટ્રેચરની સાથે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


વડા પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર અને ઉત્તરાખંડ સરકારના વિશેષ ફરજ પરના અધિકારી ભાસ્કર ખુલબેએ જણાવ્યું હતું કે ઓગર મશીન વડે ફરીથી ડ્રિલિંગ શરૂ કરીને કુલ 39 મીટરમાંથી વધારાના 6 મીટર, આમ કુલ 45 મીટરનું ડ્રિલિંગ પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે આવનારો સમય વધુ મહત્વનો છે. આગામી તબક્કા માટે ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે.


લગભગ 12 મીટર ડ્રિલિંગનું કામ કરવાનું છે. પાઈપલાઈન નાખ્યા બાદ તેની સફાઈની કામગીરી કરવામાં આવશે. આ પછી ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થશે. પાઈપલાઈનમાંથી કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ માટે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ 41 એમ્બ્યુલન્સ સિલ્ક્યારા ટનલ પાસે પાર્ક કરવામાં આવી છે. સ્ટ્રેચર પણ સ્થળ પર પહોંચી ગયા છે.


ખરેખર હવે સિલ્ક્યારા 11 ટનલમાં ફસાયેલા કામદારોને 800 એમએમની પાઇપ વડે બહાર કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં 900 એમએમની પાઈપની અંદર 800 એમએમની 22 મીટરની પાઈપ સંપૂર્ણપણે અંદર ધકેલાઈ ગઈ હતી. આ અભિયાન સતત ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application