BREAKING NEWS

રતનમહાલના વાઘને માદા સાથી મળવામાં થશે વિલંબ: ચોમાસા પછી વાઘણ લવાશે

  • June 02, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં વાઘોની સંખ્યા વધારવાના પ્રયાસોને હવે નવી દિશા મળવાની શકયતા છે. રાયના રતનમહાલ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વસવાટ કરતો એકમાત્ર નર વાઘ હવે જલ્દી જ સાથીદાર મેળવી શકે છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) એ ગુજરાત સરકાર પાસે વિગતવાર હેબિટેટ એસેસમેન્ટ રિપોર્ટ માંગ્યો છે, જે પૂર્ણ થયા બાદ વાઘણને રતનમહાલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા આગળ વધશે. વરસાદી મોસમ પૂર્ણ થયા પછી આ સર્વે પૂર્ણ કરવાની તૈયારી શ થઈ ગઈ હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.
વનવિભાગના એક વરિ અધિકારીએ જણાવ્યું કે એનટીસીએએ સ્પષ્ટ્ર કહ્યું છે કે શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યા, પાણીના ક્રોત, રહેઠાણની યોગ્યતા અને માનવ–વન્યજીવ સંઘર્ષના જોખમ સહિતનો રિપોર્ટ મંજૂર થયા પછી જ વાઘણને અહીં લાવવામાં આવશે. હાલમાં આ નર વાઘે દેવગઢ બારિયા, છોટાઉદેપુર, દોલરિયા, સગતાલા અને સુખી ડેમ વિસ્તાર સુધી આશરે ૧૨૦ ચોરસ કિમીનો વિસ્તાર પોતાનો વિસ્તાર તરીકે વિકસાવ્યો છે. છેલ્લા એક વર્ષથી વાઘની હલચલ પર નજર રાખતા અધિકારીઓએ નોંધ્યું છે કે તે સફળતાપૂર્વક શિકાર કરી રહ્યો છે અને પરિસ્થિતિમાં સારી રીતે અનુકૂળ થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠક દરમિયાન એનટીસીએએ સિદ્ધાંતત: એક વાઘણ મોકલવા માટે મંજૂરી આપી હતી. સાથે જ ગુજરાતમાં રાષ્ટ્ર્રીય વાઘ ગણતરી પ્રક્રિયા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. વન્યજીવોના સ્થળાંતર પહેલાં હેબિટેટ એસેસમેન્ટ સામાન્ય રીતે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા માનવામાં આવે છે.
ભારતમાં વાઘોનો પ્રજનન સમય નવેમ્બરથી એપ્રિલ વચ્ચે હોય છે. તેથી અધિકારીઓ ઈચ્છે છે કે આગામી પ્રજનન મોસમ પહેલાં વાઘણને અહીં છોડીને તે નવા વિસ્તારમાં સ્થિર થઈ જાય. યોજના મુજબ વાઘણને હવાઈ માર્ગે લાવવામાં આવશે અને નર વાઘના વિસ્તારમાં નજીક છોડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, એવી વાઘણ પસદં કરવામાં આવશે જે પોતાનો મૂળ વિસ્તાર છોડીને સાથી શોધવા માટે ભટકી રહી હોય. જો એવી વાઘણ ઉપલબ્ધ ન હોય તો જંગલમાંથી પકડાયેલી વાઘણને પણ પસદં કરી શકાય છે. પસદં કરાયેલી વાઘણની આરોગ્ય તપાસ અને વર્તનનું વિશેષ મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ તેની પાસે માનવ અથવા પશુઓ પર હત્પમલાનો કોઈ ઇતિહાસ ન હોવો જરી રહેશે. છોડા પછી તેની સતત દેખરેખ માટે રેડિયો કોલર પણ લગાવવામાં આવશે. ગુજરાત માટે આ પગલું ભવિષ્યમાં સ્વયંસંચાલિત વાઘ વસતિ ઉભી કરવાની દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application