રાજકોટમા કારખાનેદારને ફોન કરી ઇડી અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂ.5.35 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં.આ શખસે જયાં સુધી આ રકમ ટ્રાન્સફર ન થાય જાય ત્યાં સુધી ફોન ચાલુ રાખવા અને કોઇ સાથે વાત ન કરવા પણ ધમકી આપી હતી.
રાજકોટમાં સત્યસાંઈ રોડ પર પ્રદ્યુમન પાર્ક શેરી નંબર 4 માં રહેતા અને કાસ્ટિંગનું કારખાનું ધરાવનાર વેપારી પ્રવીણ ધીરજભાઈ ઉંધાડ(ઉ.વ 47) દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 29/1/2025 ના તે પોતાના કારખાના પર હતા. ત્યારે તેમના મોબાઈલ પર વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં સામેના માણસે પોતાની ઓળખ એરેસ્ટિંગ ઓફિસર નીરજ કુમાર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડિરેક્ટટોરેટ ઓફ ઇન્ફોર્સમેન્ટ મુંબઈની આપી હતી અને જણાવ્યું હતું કે, તમારા નામે ઇસ્યુ થયેલ સીમકાર્ડ વાપરનાર વ્યક્તિએ તમારા નામે કેનેરા બેન્કમાં ખાતું ખોલાવી ગેરકાયદે નાણાકીય વહીવટ કર્યો છે. જેને અમે પકડ્યો છે અને હાલમાં અમારી કસ્ટડીમાં છે જેથી તમારા બેંક ખાતાની ચકાસણી કરવાની છે. તેમ વાત કરી આ શખસે એક વ્યક્તિનો ફોટો મોકલ્યો હતો જેથી પ્રવીણભાઈએ કહ્યું હતું કે, હું આને ઓળખતો નથી અને મેં આવું કોઈ મારા નામનો સીમકાર્ડ કઢાવ્યું ન હોય તથા હું ઓનલાઈન નાણાકીય વ્યવહાર પણ કરતો નથી. જેથી આ શખસે કાયદાકીય બાબતે વેપારીને ડરાવી વેપારીના વોટસએપમાં તેના નામ અને ફોટો સાથેનું ડિજિટલ એરેસ્ટ વોરંટ મોકલી એરેસ્ટ કરવામાં આવ્યા છે તેમ કહી વેપારીએ આ વોરંટ જોતા તેમાં સહી સિક્કા કયર્િ હોય જેથી વેપારી ગભરાઈ ગયા હતા.બાદમાં આ વ્યક્તિના કહેવા મુજબ કરવા લાગ્યા હતા.
તે પછી આ વ્યક્તિએ બેંકમાં જઈ આરટીજીએસથી ખાતામાં રહેલ બધા પૈસા વેરીફીકેશન કરવા માટે તેમના ખાતામાં નાખવા જણાવ્યું હતું અને તેના બેન્ક એકાઉન્ટ નંબર એકાઉન્ટ ધારક કોશ્તી અજયકુમાર તથા ઓઢવ બ્રાન્ચ અમદાવાદનું લખાવેલ અને રૂપિયા 5.35 લાખનું આરટીજીએસ કરવા કહ્યું હતું અને આ દરમિયાન ફોન ચાલુ રાખવા અને બીજા કોઈ સાથે વાત ન કરવા ધમકી આપી હતી. જેથી વેપારી કારખાનેથી નીકળી ઘરે જઈ ચેક બુક લઈ ઘરના કોઈપણ સભ્યને વાત કરી ન હતી અને ઘર નજીક આવેલ રાજનગર ચોક એસબીઆઇ બ્રાન્ચમાં જઈ આ વ્યક્તિના કહ્યા મુજબ ફોન ચાલુ રાખી તેના એકાઉન્ટમાં રૂપિયા 5.35 લાખનું આરટીજીએસ કર્યું હતું. ત્યારબાદ ત્યારબાદ આ શખસે ફોન ચાલુ રાખવાનું કહી વેપારીને ઘરે રૂમમાં એકલા બેસી રહેવા અને કોઈ પણ સાથે વાત ન કરવા ધમકાવ્યા હતા. ત્યારબાદ અડધો કલાક પછી ફોન કરનાર આ શખ્સ અને અન્ય એક મહિલાએ વેપારી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તમારા બેન્ક એકાઉન્ટનું વેરિફિકેશન થઈ ગયું છે અને અમારી કસ્ટડીમાં રહેલ વ્યક્તિ સાથે તમારે કોઈપણ પ્રકારની લેતી દેતી નથી જેથી તમને અમે ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ અડધો કલાકમાં તમારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં પાછું આવી જશે તેવી વાત કરી ફોન કાપી નાખ્યો હતો.
આ ઘટના ચારેક વાગ્યે ફરિયાદીનો મિત્ર સંજય કોરાટ તેના ઘરે આવતા વેપારીએ તેને આ બધી વાત કહી હતી. બાદમાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે તુરંત તાલુકા પોલીસ સ્ટેશન એ જઈ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 માં સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMએર ઇન્ડિયા દ્વારા તૂટેલી સીટ આપવા બદલ શિવરાજ સિંહ ચૌહાણ ભડક્યા
February 22, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech