રાજકોટનો રેલનગર બ્રિજ આજથી બે મહિના બંધ, પાણી ભરાવવાની સમસ્યામાંથી લોકોને મળશે છુટકારો

  • September 29, 2023 02:46 PM 

રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલા રેલનગર બ્રિજમાં વગર વરસાદે પણ પાણી ભરાવવાની સમસ્યાને લઇને લોકો હેરાન થઈ રહ્યા હતા. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજનું રીપેરીંગનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે. 


56 લાખના ખર્ચે બ્રિજમાં વોટર પ્રૂફિંગની કામગીરી કરવામાં આવશે. બે દિવસ અગાઉ આ કામગીરીને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રેલનગર બ્રિજ બંધ રહેવાથી લોકો પોપટપરા અને માધાપર ચોકડી થઈને જઈ શકશે તેવું જણાવ્યું છે. 


આગામી બે મહિના સુધી આ કામગીરી ચાલુ રહેશે. જેને લઇને 2 લાખ જેટલા લોકોને અસર થશે. જોકે 56 લાખના ખર્ચે થતી રીનોવેશનની કામગીરીને લઇને લોકોને પાણી ભરાવવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application