BREAKING NEWS

રાજકોટના મેયર નેહલ શુકલ સહિતના પદાધિકારીઓ આજે સીએમની મુલાકાતે

  • June 02, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના નવ નિયુકત મેયર ડો.નેહલ શુકલ સહિતના પદાધિકારીઓ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા સહિતના પાંચેય નવનિયુકત પદાધિકારીઓ આજે ગાંધીનગર પહોંચ્યા છે અને ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીસાથે શુભેચ્છા મુલાકાત કરી રાજકોટમાં ૭૪ કરોડના ખર્ચે નવ નિર્મિત સાંઢીયા પુલ સહિતના પ્રોજેકટસના લોકાર્પણ માટે પધારવા આમંત્રણ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકામાં પદાધિકારીઓની નિયુકિત બાદ પ્રથમ વખત પાંચેય પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા છે. અલબત્ત આવી એક રાજકીય પરંપરા રહી છે કે પદાધિકારીઓની નિયુકિત થયા બાદ નવી ટીમ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે જતી હોય છે. મુલાકાત દરમિયાન મોટા પ્રોજેકટસના ખાતમુહર્ત અને લોકાર્પણ માટે આમંત્રણ પાઠવવા સાથે મહાપાલિકાના રાય સરકાર સ્તરે પેન્ડિંગ હોય તેવા પ્રશ્નો અને કામોની યાદી પણ આપવામાં આવતી હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application