BREAKING NEWS

રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસો.ની જનરલ મિટિંગ, સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • April 16, 2026 09:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસોસીએશન રાજકોટ દ્વારા નવા હિસાબી વર્ષ એપ્રિલ-૨૦૨૬ની સાલને વધાવતા આવકારતા એન્યુઅલ જનરલ મીટીંગ ભોજન સમારંભ સાથે ગેટ ટુ ગેધર સ્નેહમિલનનું આયોજન ’ધ હોટલ ગ્રાન્ડ ઠાકર જુબેલીબાગ ખાતે યોજવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં સભ્ય સંખ્યા પરિવાર સહિત ઉપસ્થિત રહી ગેટ ટુ ગેધર કાર્યક્રમ ભાઈચારા સાથે સંપન્ન થયો ભાઈઓ તથા સવિષેશ બહેનો ફેમીલી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ એસોસીએશનના કારોબારી સભ્યો આભારની લાગણી વ્યકત કરે છે. કાર્યક્રમના પ્રથમ ચરણમાં માનંદ મંત્રી અશ્વિનભાઈ પટેલ એ સર્વે કારોબારી સભ્યઓને સ્ટેજ પર આવવા આમંત્રણ
પટેલ, રીટાબેન પટેલએ પ્રાર્થના ગાન હો કરીને મિટીંગનો પ્રારંભ કરાવેલ ત્યારબાદ પ્રમુખ ભ ૩૦ સમીરભાઈ ચંદે ત્યા માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ સર્વે સભ્યો મિત્રો આવકારી ઉપરોકત મિટીંગમાં સહભાગી થયા તે બદલ આવકારી ને આભારની લાગણી પ્રદર્શિત કરેલ નવા સભ્ય થવા અને એસોસીએશન મજબુત કરવા અનુરોધ કરેલ. ટ્રેઝરર પરેશભાઈ અઢીયાએ ગતવર્ષના હિસાબ રજુ કરી અને કમીટી મેમ્બર ઈશ્વરભાઈ બ્રાંભોલીયાએ નવી આ ચતુર્થ વર્ષ માટે ચુટાયેલ બોડીની જાહેરાત કરેલ, મીટીંગમાં ઉપસ્થીત 
સર્વેએ એકી અવાજે બંને વાત બહાલી હર્ષભેર આપી, હોદેદારોમાં પ્રમુખ સમીરભાઈ ચંદે, ઉપપ્રમુખ પદે રામજીભાઈ લાડાણી, માનદમંત્રી પદે અશ્વિનભાઈ પટેલ, સહમંત્રી પદે વિનોદભાઈ અકબરી, ટ્રેઝરર પદે પરંષભાઈ અઢીયાની બીનહરીફ વરણી કરવામાં આવેલ કારોબારી સભ્ય પદે ઈશ્વરભાઈ બ્રાંભોલીયા, પિયુષભાઈ પટેલ, મુકેશભાઈ પાંભર, રાજેશભાઈ
અઢિયા, ચેતનભાઈ ગણાત્રા, સુનીલભાઈ ત્રાંબડીયા, કોપ્ટ કારોબારી સભ્યપદે નિલેશભાઈ કોટેચાની વરણીને બહાલી આપવામાં આવેલ પુરી કમિટિએ સુવ્યવસ્થિત કાર્ય કરવાનો કોલ આપેલ હોદેદાર સમિરભાઈ ચંદ, રામજીભાઈ લાડાણી, અશ્વિનભાઈ પટેલ, પરંષભાઈ અઢીયાનું કારોબારી સભ્ય દ્વારા પુષ્પગુચ્છ બુક તથા-કેશરી ખેસ દ્વારા ભાવભર્યું સન્માન સહ અભિવાદન કરવામાં આવેલ. ઉત્સાહી ટ્રેઝરર પરેશભાઈ અઢીયા તથા તાકાંત સેજલબેન પી. અઢીયા, મેઘાબેન આર. અઢીયા, કિરણબેન સી. ગણાત્રાએ તોલ
મોલ કે બોલ ટાઈપની પ્રોપ્ટ ખુબ જ ઈન્ટરેસ્ટીંગ જ્ઞાન વર્ધક, આનંદ આવતી મજા કરાવતી રમત રમાડેલ તેમાં વિજેતાઓને હોદ્દેદારો દ્વારા ૨૧ વસ્તુથી વધારે કિંમતની કવરો વિજેતાને એનાયત કરવામાં આવેલ કાર્યક્રમના અંતે સર્વે સભ્યઓએ સ્વાદીષ્ટ ભોજનને ન્યાય આપેલ ઉપસ્થીત બી લોકોનો પ્રતિભાવ હતો કે આ નવી કમીટીએ ગતવર્ષે ખુબ જ સારોને સફળ સંચાલન કરેલ તથા રમત ગમત કાર્યક્રમ યોજવાનો સંતોષ કમિટીએ વ્યકત કર્યો.
નવી કમીટીએ સર્વે ઉપસ્થિતિને આવકારી આભારની લાગણી પ્રદર્શીત કરી એસોસીએશન નવા સભ્ય થવા પ્રમુખ સમીરભાઈ ચંદે મો. ૯૮૨૪૨ ૩૪૧૦૨, માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ ટ્રેઝરર પરેશભાઈ અઢિયાનો કોન્ટેકટ કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News