રાજકોટ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાના પરિણામે અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને ગ્રામ વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થયા હતા, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર, વન અને માર્ગ મકાન વિભાગે સંયુકત રીતે અગાઉથી સાધનો અને માનવ બળની ટીમ તૈયાર કરી સંકલિત કામગીરી કરતાં ખૂબ જ ઓછા સમયમાં વૃક્ષો ખસેડી રસ્તા પર ફરી આવાગમન શરૂ કરાવ્યું હતું.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ તેમજ મોટી ચણોલથી હડમતીયા જવાના રસ્તા પર બે વિશાળકાય વૃક્ષો ધરાશાયી થતાં ૬ સ્થળો પર સ્થાનિક લોકો માટે આવાગમન બંધ થઈ ગયું હતું. પરંતુ મામલતદાર તેમજ વન અને માર્ગ મકાન વિભાગ દ્વારા જે.સી.બી. જેવા સાધનોથી વૃક્ષોને હટાવી રસ્તાને પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. તદુપરાંત ગોંડલ તાલુકાના ગોંડલ શહેરમાં ત્રણ અને લીલાખા- સુલતાનપુર રોડ પર તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તાર માટેના રસ્તા ઉપર નવ સ્થળોએ કુલ ૧૨ સ્થળોએ વૃક્ષો ધરાશાયી હતા, જેને સ્થાનિકો અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી દ્વારા ખસેડી રસ્તાને પૂર્વવત્ કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech