રાજકોટ ભાજપના નવા ચાણક્ય માધવ દવે, નેતૃત્વ ક્ષમતા સાબિત કરી
રાજકોટ ભાજપના નવા ચાણક્ય માધવ દવે, નેતૃત્વ ક્ષમતા સાબિત કરી
April 29, 2026 09:12 PM
રાજકોટ મહાનગરપાલિકાનો ત્રિપાંખીયો ચૂંટણી જંગ આ વખતે અનેક રીતે પડકારજનક હતો પરંતુ રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ ડો. માધવભાઈ દવેએ આ તમામ પડકારોને પાર પાડીને પોતાની નેતૃત્વ ક્ષમતા ઉજાગર કરી તેનો પરિચય પક્ષ તેમજ જનતાને આપ્યો હતો. ૪૫ જેટલા સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ કાપતા અસંતોષ ઉકળ્યો હતો અને વોર્ડવાઈઝ ડખ્ખા યા હતા જે માધવ દવેએ શાંત પાડયા હતા. આટલું જ નહીં જ્ઞાતિ સમાજના જુથો વચ્ચે ચાલતી માથાકુટો થાળે પાડીને જ્ઞાતિ આધારીત ક્રોસ વોટિંગ થતું પણ અટકાવ્યું હતું. અસંતુષ્ટો સામે લાલ આંખ કરીને ચૂંટણીના કામે લગાડી દીધા હતા. એકંદરે સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરીને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કેટલાયની બોલતી બંધ કરી દીધી છે. આપને ચપટીમાં ચોળી નાખ્યું છે અને એકપણ બેઠક જીતવા દીધી નથી. જયારે કોંગ્રેસના ગઢના કાંગરા પણ ખેરવી બતાવ્યા છે. ૧૪ મહિના પુર્વે શહેર ભાજપ પ્રમુખપદે નિયુકત થયેલા માધવ દવેએ ઘડેેલી વ્યુહરચના ખુબ સફળ રહી અને તેમની ચાણકય બુદ્ધિથી ભાજપને ૬૫ બેઠકો મળી તે વાસ્તવિકતા છે. મહાનગરપાલિકાની ચૂંટણીની જીતનો જશ ખાટવા અનેક નેતાઓ મેદાનમાં છે પરંતુ પ્રદેશ નેતાગીરીએ પણ રાજકોટની જીત માટે માધવ દવેએ કરેલી દિવસ-રાત મહેનતની નોંધ લઈને પરિણામ આવતાની સાથે જ અભિનંદન પાઠવ્યા હતા. મહાપાલિકાની ચૂંટણી બાદ હવે પ્રદેશ ભાજપમાં પણ માધવ દવેનું નામ આદરપુર્વક લેવાતું થઈ ગયું છે. રાજકોટમાં અનેક ખાટસ્વાદીયાઓ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે નિષ્ફળ રહ્યા તેવી વાતો અને અફવાઓ ફેલાવવામાં મશગુલ હતા ત્યારે માધવ દવે રાજકોટમાં ૭૨ બેઠક જીતવાના લક્ષ્યાંકને સિધ્ધ કરવાની વ્યુહરચના ઘડી રહ્યા હતા. ચાલુ ગાડીએ ચડી જવાની અને વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની મનોવૃતિ ધરાવનારાઓના મનસૂબા માધવ દવેની સ્વચ્છ માનસિકતાના કારણે પાર પડતા ન હોય તેઓએ માધવ દવેને બદનામ કરવાનું અને પ્રમુખપદે માધવ દવેનો પન્નો ટુંકો પડયો તેવી વાતો પ્રસરાવવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ મહાભારતમાં જેમ સ્વયંવર વેળાએ અર્જુનને માછલીની આંખ જ દેખાતી હતી તે રીતે માધવ દવે હિતશત્રુઓની હરકતોથી વાકેફ તો હતા પરંતુ નજરઅંદાજ કરતા હતા અને ફકત મહાપાલિકાની ચૂંટણીમાં જંગી જીત મેળવવી તે લક્ષ્યને જ નજર સમક્ષ નિહાળી રહ્યા હતા. અંતે તેમણે આ લક્ષ્ય સાર્થક કરીને એક માઈલ સ્ટોન સમી સફળતા મેળવી લીધી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય યો છે અને મહાપાલિકામાં ફરી એક વખત ભાજપનું શાસન આવ્યુ છે ત્યારે આ ભવ્ય વિજયના શિલ્પી એવા શહેર પ્રમુખ માધવ દવે ઉપર અભિનંદન વર્ષા ઇ રહી છે. માધવ દવેના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી હતી અને તેમણે છેલ્લા કેટલાય દિવસી સતત દોડધામ કરીને ઉમેદવારોની પસંદગીી લઈને મતદાનના દિવસ સુધીની રણનીતિ ઘડીને ભાજપના વિજયનો માર્ગ મોકળો કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તેઓ રાજકોટ શહેર ભાજપના સફળ સુકાની સાબિત યા છે. શહેર પ્રમુખ માધવ દવેએ ચૂંટણીની આબાદ વ્યુહરચના ઘડી હતી અને ભાજપની ટીમે જે ચૂંટણીલક્ષી માઇક્રો મેનેજમેન્ટ ગોઠવ્યું છે તેને કારણે ભારતીય જનતા પક્ષનો ઝળહળતો વિજય યો છે. માધવ દવેએ રાજકોટ શહેર ભાજપના પ્રમુખનું પદ સંભાળ્યાને માત્ર ૧૪ મહિના જેટલો જ સમય યો છે પરંતુ આ સમયગાળામાં અનેક પડકારો વચ્ચે પણ તેમણે ઘડેલી વ્યુહ રચના અને દરેક નાનામાં નાના કાર્યકર સોના સંકલનને લીધે આજે રાજકોટ ભાજપ વધુ મજબૂત યું છે. આ વખતે અનેક પડકારો સામે આવ્યા હોવા છતાં ચાણક્ય બુદ્ધિી આવા પડકારોનો સામનો કરી ભારતીય જનતા પાર્ટી માટે વિજયનું વાતાવરણ ઊભું કરી દીધુંહતું. તેમણે શહેરના દરેક વરિષ્ઠ નેતાઓ પૂર્વ હોદ્દેદારો સો સંકલન કરી તેમના અનુભવનો લાભ લીધો હતો. અને તેને કારણે ભારતીય જનતા પક્ષની હાજરી ગ્રાઉન્ડ લેવલ સુધી જોવા મળી રહી છે. ચૂંટણીની સતત વ્યસ્તતાની વચ્ચે પણ માધવ દવેએ રાજકોટના ૧ી ૧૮ વોર્ડમાં ઉમેદવારો અને કાર્યકરો દ્વારા તી પદયાત્રાઓ, જૂસભાઓ તા જાહેર સભાઓ ઉપર પૂરું ધ્યાન આપ્યુંહતું અને વધુને વધુ લોકો સુધી પહોંચ્યા હતા. કોઈપણ કામગીરી ટીમ વર્કને આભારી હોય છે અને આ વાત શહેર પ્રમુખ માધવ દવે પણ સ્વીકારે છે. તેઓ કહે છે કે દરેક વોર્ડનો નાનામાં નાનો કાર્યકર્તા પણ અમારા માટે મહત્વનો છે અને કાર્યકર્તાઓના જોમ અને જુસ્સાી જ ભારતીય જનતા પક્ષ સફળતાની સીડી ચડી રહ્યો છે. શહેર પ્રમુખ માધવ દવેએ પ્રદેશના નેતાઓની રાજકોટ મુલાકાત દરમિયાન જવાબદારીઓની પણ યોગ્ય અને સુંદર રીતે વહેચણી કરી હતી કોઈક જૂના અનુભવી નેતાઓને રોડ શો ની જવાબદારી સોંપી હતી તો યુવા કાર્યકરોને લોક સંપર્કની જવાબદારી સોંપી હતી.આમ તેમણે દરેક નાના-મોટા કાર્યકરને ચૂંટણી કાર્યોમાં જોડીને સંગઠનને મજબૂત કર્યું હતું અને તેના પરિણામો આજે જોવા મળ્યું છે. પ્રદેશની નેતાગીરીએ પણ શહેરના યુવા પ્રમુખ માધવ દવે ઉપર પૂરો ભરોસો મુકીને ચૂંટણી સંચાલન સોંપ્યું હતું અને માધવ દવેએ ભાજપને તોતિંગ વિજય અપાવીને આ ભરોસો ખરો સાબિત કરી દીધો છે.