રાજકોટ: અગ્નિકાંડ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ...જાણો વિગત

  • June 22, 2024 08:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ: અગ્નિકાંડ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચીફ ફાયર ઓફીસર આઈ.વી.ખેર, ડેપ્યુટી. ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબા, વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.


રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ અંગે રાજકોટ શહેરના સીનીયર પોલીસ અધિધકારીઓના માર્ગદર્શનમાં સઘન તપાસ હાલ ચાલુ છુ. ગઇ તા ૨૫ મે ના રોજના રોજ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૨૦૮૦૫૩૨૪૦૪૯૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪, ૩૬, ૧૧૪, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૧૨૦(બી), ૨૦૧ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામની તપાસ દરમ્યાન ચીફ ફાયર ઓફીસર આઈ.વી.ખેર, ડેપ્યુટી. ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબા, વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડ આમ ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે.


25 મેના રોજ સર્જાઈ હતી દુર્ઘટના
સમગ્ર મામલાની વાત કરીએ તો 25 મે 2024ના રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. ગેમઝોનમાં મૃતક પ્રકાશ જૈન 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકીને 1 લાખનો પગાર પણ મળતો. જ્યારે જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા 10-10 ટકાના ભાગમાં હોવાનું સામે આવ્યું હતું. 



આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ  કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application