BREAKING NEWS

વીંછિયાની પાસે વાડીમાં દારૂના કટિંગ ટાંકણે દરોડો: રૂા.૧૨.૮૧ લાખનો મુદ્દામાલ કબજે

  • May 14, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ : વીંછિયાની સીમમાં વાડીમાં દાના કટીંગ ટાંકણે જ રલ એલસીબીની ટીમે દરોડો પાડી ૧૨.૮૧ લાખનો મુદામાલ કબજે કરી પાંચની ધરપકડ કરી હતી. બુટલેગર હિતેષ રોજાસરાની વાડીમાં રાજસ્થાનની બુટલેગર ક્રેટા કારમાં દા ભરી આવ્યો અને માલ ખાલી થતો હતો અને પોલીસ પહોંચી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ ગોહિલ, કોન્સ્ટેબલ અમિતભાઈ સુ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.દરમિયાન વીંછિયાના મોટા માત્રા ગામનો દિલીપ કનુ ચાવડા વિંછીયાના હિતેષ રતા રોજાસરાની વાડીએ ગેરકાયદેસર વિદેશી દાનો જથ્થો ઉતારે છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે વીંછિયા ગામથી શીતળામાના ઢોરા પાસે આવેલ વાડીએ દરોડો પાડો હતો.
વાડીની અંદર એક ક્રેટા નં.જીજે–૧૮–ઇઇ–૯૪૬૨ પડેલ હતી અને પાંચ શખસો ગાડીમાથી ઈંગ્લીશ દાની પેટીઓ ઉતારતા હોય જેથી પોલીસે પાંચેય શખ્સોને પકડી વાડીની માલીકી બાબતે પુછતા હિતેષ રોજાસરાએ વાડી છેલ્લા પાંચ વર્ષથી ભાગીયા તરીકે રાખતા હોવાનુ જણાવેલ હતું. જે બાદ પકડાયેલ શખ્સના નામ પુછતા પોતાનુ નામ હિતેષ રતા રોજાસરા (ઉ.વ.૩૬, રહે–વિંછીયા, શહિદ ઝવેરભાઇ વાલાણી શેરી), દિલીપ કનુ ચાવડા (ઉ.વ.૪૦, રહે–મોટા માત્રા,વિંછીયા), કિશન હકા તલસાણીયા (ઉ.વ.–૨૭, રહે.વિંછીયા) અને રાહત્પલ ભાવેશ તલસાણીયા (ઉ.વ.૧૯, ૨હે–વિંછીયા), વિકાસ હરલાલ બિશ્નોઇ (ઉ.વ.–૨૧, રહે–રણોદર, રાજસ્થાન) હોવાનુ જણાવેલ હતું. પોલીસે દાની બોટલો ૧૦૨૦ .૨,૦૮,૮૭૨ અને બીયર ટીન નંગ–૩૮૪ . ૪૮ હજાર મળી .૨.૫૬ લાખનો દા અને બિયર, કાર મળી કુલ .૧૨.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, દાનો જથ્થો હિતેશ રોજાસરા અને કિશન તલસાણીયાએ મંગાવ્યો હતો. જે દાની વ્યવસ્થા દિલીપ ચાવડાએ રાજસ્થાની બુટલેગર વિકાસ બીશ્નોઈ મારફત કરી આપી હતી. જે બાદ ગઈકાલે વિકાસ રાજસ્થાનથી કારમાં દા ભરી હિતેશ રોજાસરાની વાડીએ આવ્યો હતો અને દાનું કટીંગ ચાલુ હતું અને પોલીસ પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application