જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતકં ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાં આતકં મચાવીને અનેક લોકોને બચકાં ભરી લોહીલુહાણ કરી નાખતા ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ હતો, પરંતુ ગઇકાલે એક શ્વાન અચાનક હડકાયું બન્યું હોય તેમ રસ્તા પરથી પસાર થતાં નિર્દેાષ નાગરિકો પર તૂટી પડું હતું. આ હત્પમલામાં મંજુલાબેન કાછડીયા અને વિજયાબેન પટેલ નામના બે વૃદ્ધા સહિત અનેક લોકો શ્વાન કરડવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.શ્વાનના આ હિંસક હત્પમલાનો ૮ જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી છ જેટલા ભોગ બનનારાઓએ સરકારી હોસ્પીટલમાં સારવાર લીધી હતી.આ ઘટનાને પગલે બંને વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શ્વાનના ડરથી લોકોએ પોતાના બાળકોને ઘરની બહાર રમવા મોકલવાનું બધં કરી દીધું છે, તેમજ વૃદ્ધો પણ શેરીઓમાં નીકળતા ગભરાઈ રહ્યા છે. સ્થાનિક રહીશોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. લોકોએ માંગ કરી છે કે આ હડકાયા શ્વાનને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય