BREAKING NEWS

બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, ૧૦ લોકોને બચકાં ભર્યા

  • June 22, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લ ા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતકં મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં સાત માસૂમ બાળકો, બે પુષો અને એક મહિલા સહિત કુલ ૧૦ વ્યકિતઓને બચકાં ભરીને ઈજાગ્રસ્ત કર્યા છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે, જેના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્રારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. કૂતરાના હત્પમલાનો ભોગ બનેલા તમામ ૧૦ ઈજાગ્રસ્ત નાગરિકોને આરોગ્ય વિભાગ દ્રારા હડકવા વિરોધી રસી સહિતની જરી અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી છે. તમામ ઈજાગ્રસ્તોને સમયસર તબીબી સહાય મળી ગઈ હોવાથી રાહત છે, પરંતુ હડકાયું કૂતં હજુ પણ ખુલ્લ ેઆમ ફરતું હોવાથી લોકોમાં ડર યથાવત છે.
આ વિસ્તારના સ્થાનિક રહીશોએ તત્રં સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે આ ગંભીર બાબતે સત્વરે ધ્યાન આપવામાં આવે. લોકોએ માંગ કરી છે કે વહીવટી તત્રં દ્રારા આ હડકાયા કૂતરાને તાત્કાલિક પકડીને જરી કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો અન્ય કોઈ નિર્દેાષ નાગરિક કે બાળક આ હડકાયા કૂતરાનો શિકાર બની શકે છે. તત્રં વહેલી તકે કામગીરી કરે તેવી લોકમાંગ ઊઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application