પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થશે આરબીઆઈ ગવર્નરે પણ આપ્યા સંકેત
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થશે આરબીઆઈ ગવર્નરે પણ આપ્યા સંકેત
May 14, 2026 12:01 PM
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ફરી એકવાર ચિંતા વધી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યો છે કે જો પશ્ચિમ એશિયામાં કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે. તેમના નિવેદનથી જનતા અને બજાર બંનેમાં ચિંતા વધી છે. સ્વિટઝર્લેન્ડમાં એક કોન્ફરન્સ દરમિયાન, આરબીઆઈના ગવર્નરે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ તેલ અને ગેસના પુરવઠાને અસર કરી રહ્યો છે. આના કારણે આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત તેની તેલની જરિયાતનો મોટો ભાગ વિદેશથી આયાત કરે છે. તેથી, તેલના વધતા ભાવ દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરે છે. ફેબ્રુઆરીથી ચાલી રહેલા સંકટ છતાં, સરકારે હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યેા નથી. પરંતુ નિષ્ણાતો માને છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઐંચા રહેશે, તો તેલ કંપનીઓ પર દબાણ વધશે. આરબીઆઈ ગવર્નરએ કહ્યું કે સરકાર આ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખે તે સમયની વાત છે.