BREAKING NEWS

માણાવદરમાં જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે જનાક્રોશ: ઉગ્ર આંદોલનની ચીમકી

  • July 15, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માણાવદર
માણાવદર–બાંટવા પંથકમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લાદવામાં આવેલા જંત્રીના અસહ્ય ભાવવધારા સામે સ્થાનિક જનતા, ખેડૂતો અને વેપારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રજૂઆત કરવા છતાં તત્રં દ્રારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં, આખરે માણાવદરના ઉધોગપતિ રાજુભાઈ ઝાટકીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આજુબાજુના વધુ વિકસિત જૂનાગઢ, ધોરાજી અને ઉપલેટા જેવા વિસ્તારો કરતાં પણ માણાવદરમાં જંત્રીના દર વધુ રાખવામાં આવ્યા છે. તંત્રએ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસ્યા વગર માત્ર બધં ઓફિસોમાં બેસીને જ આ દરો થોપી દીધા છે. દાખલા તરીકે, જીલાણામાં જંત્રી દર પ્રતિ ચો.મી. રૂા.૮૬ છે, યારે તેની બિલકુલ બાજુના માણાવદરના ખેતરમાં તે રૂા.૩૭૨ લાદવામાં આવ્યો છે. અગાઉ માણાવદર તાલુકામાં ૧૨૦ પૈકી ૧૦૦ જેટલી જીનીંગ મીલો અને અન્ય અગ્રણી સોલ્વન્ટ કારખાનાઓ બધં થતાં સ્થાનિક અર્થતત્રં પહેલેથી જ ભાંગી પડું છે. આવા સમયે આ અવાસ્તવિક દરથી રિયલ એસ્ટેટના વ્યવહારો સદંતર ઠપ્પ થઈ ગયા છે. મીલ માલિકોએ પડકાર ફેંકયો છે કે જો સરકારને આ દરો વ્યાજબી લાગતા હોય, તો તેઓ પોતાની તમામ મિલકતો જંત્રી કિંમતના માત્ર ૬૦ ટકા ભાવે સરકારને વેચવા તૈયાર છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે જંત્રીની આ ગંભીર ટેકનિકલ ભૂલ સુધારી દરો વ્યાજબી કરવામાં આવે તેમજ તાજેતરમાં કરાયેલો અસહ્ય ભાવવધારો ત્વરિત પાછો ખેંચીને વર્ષ ૨૦૧૧ના ભાવો અમલી બનાવવામાં આવે. જો વહેલી તકે ન્યાય આપવામાં નહીં આવે, તો સમગ્ર પંથકની જનતા અને વેપારીઓ ઉગ્ર આંદોલન અને કાનૂની લડત શરૂ કરશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application