રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત પહેલા અમૃતસર યુનિવર્સિટીની બહાર લગાવવામાં આવ્યા ખાલિસ્તાની પોસ્ટર

  • March 09, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત પહેલા ગુરુ નગરીમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, બદમાશોએ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની બહાર ખાલિસ્તાનનાં પોસ્ટરો લગાવીને સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કર્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


હાલ પોસ્ટરનો કબજો મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે. ડીસીપી મુખવિંદર સિંહે કહ્યું કે વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરો કોણે અને શા માટે લગાવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો છે કે આરોપીઓને જલ્દી જ કાબુમાં લાવવામાં આવશે.


રાષ્ટ્રપતિના આગમનના ચાર દિવસ પહેલા પોલીસે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગુરૂવારથી દરેક પોઈન્ટ પર પોલીસની સાથે અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. અલગતાવાદી અમૃતપાલ સિંહના નિવેદનને લઈને પોલીસ ઈન્ટેલિજન્સ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય છે.
​​​​​​​

બીજી તરફ કેનેડામાં બેઠેલા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ હવે વેર્કા બાયપાસ બાદ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની બહાર આ ખાલિસ્તાની પોસ્ટર લગાવવાની જવાબદારી લીધી છે. વાયરલ વીડિયોમાં આરોપીએ કહ્યું કે શીખ યુવકોએ યુનિવર્સિટીની બહાર આ પોસ્ટરો લગાવ્યા છે અને તેઓ પંજાબને ભારતથી અલગ કરવા માંગે છે. તેમણે સાબિત કર્યું છે કે પંજાબ ભારતનો ભાગ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application