જામનગર શહેરમાં વ્યાજ વટાવની ફરીયાદમાં એક આરોપીની અટકાયત
જામનગરમાં તાજેતરમાં વ્યાજખોરો સામે ફરીયાદ કરવામાં આવી હતી જેમાં પોલીસે એક આરોપીને પકડી લીધો છે, ઝુંટવી લીધેલું ટ્રેકટર અને બે ચેક કબ્જે કર્યા છે.
એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલાની સુચના અને સીટી-બી પીઆઇના માર્ગદર્શન હેઠળ હનુમાન ગેઇટ ચોકીનો સ્ટાફ ગુજરાત નાણા ધીરધાર અને આઇપીસી કલમ મુજબનો ગુનો દાખલ થયો હતો જેની તપાસ કરવામાં આવી રહી હતી, દરમ્યાન ફરીયાદીના પિતાના માલીકીનું ટ્રેકટર નં. જીજે૧૦ડીએન-૦૯૦૭ તથા બે કોરા સહીવાળા ચેક આરોપી અતુલ ગઢવીએ બળજબરીથી લઇ લેતા આરોપીઓને શોધી કાઢવા તપાસ કરીને સરમત પાટીયા, રાવલસરના અતુલ મેઘાણંદ શાખરા નામના શખ્સને અટક કરવામાં આવી હતી. પોલીસે બે કોરા ચેક અને ૧.૪૦ લાખની કિંમતનું ટ્રેકટર કબ્જે ગણી આ અંગેની તપાસ પીએસઆઇ ડી.જી. રાજ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application