ધોરાજીમાં કોળી સમાજના આશાસ્પદ યુવાન હિમાલય બારૈયાની ઘાતકી હત્યા કેસમાં પોલીસની ભૂમિકા અત્યતં શંકાસ્પદ હોવાના ગંભીર આક્ષેપો મૃતકના પરિવારે લગાવ્યા છે. ભોગ બનનાર પરિવારના નિવેદન અનુસાર, આ સમગ્ર ઘટનાની શઆત માર્કેટિંગ યાર્ડ ખાતે પૈસાની લેતી–દેતી બાબતે થઈ હતી. સાંજના સમયે દુકાને આવેલા ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવાએ મૃતકના કાકા પરેશભાઈ બારૈયા વિશે પૂછપરછ કરી હતી અને ફોન પર ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સાંજે સવા સાત વાગ્યાના અરસામાં પરેશભાઈનો પુત્ર વિવેક બારૈયા યારે હાઈવે પર પુલ પાસે વોકિંગ કરવા નીકળ્યો ત્યારે અગાઉથી જ વોચ ગોઠવીને બેઠેલા ૪ શખ્સોએ તેના પર હત્પમલો કરી દીધો હતો. આ પ્રથમ ઘટનાના સીસીટીવી ફટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ દ્રારા વિવેકને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. વિવેક કોઈક રીતે ત્યાંથી પોતાનો જીવ બચાવીને નાસી છૂટો હતો અને પોતાના કાકાના દીકરાઓ હિમાલય અને વિશાલને બોલાવી લાવ્યો હતો. ત્યારબાદ આ ચારેય આરોપીઓએ કારમાં આવીને જીવલેણ હથિયારો વડે હિંસક હત્પમલો કર્યેા હતો. જેમાં કુહાડી જેવા તીણ હથિયારનો ઘા હિમાલય બારૈયાની ગરદન પર વાગી જતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડો હતો. તેને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપયું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટા હતા. મૃતકના કાકા પરેશભાઈ અને હત્પમલાનો ભોગ બનનાર વિવેકે સ્પષ્ટ્ર આક્ષેપ કર્યેા છે કે આ હત્પમલામાં ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા ઉપરાંત ભાજપના અગ્રણીના પુત્ર વર્ધમાન માથુકિયા અને ભાજપ અગ્રણી સંદીપ ટોપિયા પણ સ્થળ પર હાજર હતા અને હત્પમલામાં સામેલ હતા. પરિવારનો આક્ષેપ છે કે યારે તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે ચારેયના નામ લખવાને બદલે માત્ર ભગીરથસિંહ અને મહિદીપસિંહના નામ લખાવવા માટે પરિવાર પર દબાણ કયુ હતું. હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક યુવાનના કાકા સાથે વર્ધમાન માથુકિયાનો પિયાની લેતી–દેતીનો મામલો હોવાનું કહેવાય છે, જેનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પીડિત પરિવારની મુલાકાત લઇ જણાવ્યું હતું કે, પરિવારે ન્યાયની માંગ સાથે યાં સુધી ૪ આરોપીઓની અટકાયત ન થઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યેા હતો. પરિણામે પોલીસે ચારેય આરોપીઓને પકડીને એફઆઈઆર