શહેરમાં નજીવી બાબતે છરી સહિતના હથિયારો સાથે મારામારીના બનાવો હવે સામાન્ય બની રહ્યા છે. હથિયાર સાથે લઈને ફરતા કેટલાક શખસો નિર્દેાષ નાગરિકોને રંજાડી રહ્યા હોય તેના લીધે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસે હવે હથિયાર સાથે લઈ ફરતા આવા શખસો સામે કડક હાથે કામગીરી શ કરવામાં આવી છે.શહેર પોલીસ દ્રારા ચેકિંગ દરમિયાન છરી–ધોકા સહિતના હથિયારો સાથે ૧૦ શખસોને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પોલીસે ચેકિંગમાં નવ શખસોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. તેમજ ટ્રાફિક અડચણના પાંચ કેસ અને પૂરઝડપે વાહન ચલાવવાનો એક કેસ કર્યેા છે.
હથિયારો સાથે લઈને ફરતા શખસોને ઝડપી લેવા માટે પોલીસે કડક ચેકિંગ શ કયુ છે. જેના ભાગપે ગઈકાલે શહેર પોલીસ દ્રારા છરી ધોકા સહિતના હથિયારો સાથે રાખી ફરતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા. જેમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ચોકડી પાસેથી જય અશ્વિન ચૌહાણને છરી સાથે ઝડપી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે રૈયા ગામમાંથી રાકેશ સંજયભાઈ ચૌહાણ, કિડની હોસ્પિટલ પાસેથી રાહત્પલ દેવાભાઈ બાહત્પકીયાને છરી સાથે ઝડપી લીધો હતો. યારે માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ શિવ શકિત ડેરી પાસેથી રામજી પ્રકાશભાઈ સોલંકી, પુનિતનગર પાણીના ટાંકા પાસેથી હેમતં રમેશભાઈ સોઢાને છરી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાલાવડ રોડ પર કે.કે.વી હોલ પાસેથી મેઘા કાળાભાઈ ભરવાડ, પ્રવીણ નારણભાઈ ભાદરકા, આત્મીય કોલેજ પાસેથી રીતીન વાલજીભાઈ દેગામા,રાહુલ અરવિંદભાઈ ચાવડાને ધોકા સાથે ઝડપી લીધા હતા. બી ડિવિઝન પોલીસે ભગવતીપરામાંથી સંજય ઉર્ફે સાજન મીઠાભાઇ પરમારને છરી સાથે ઝડપી લીધો હતો.
આ ઉપરાંત પોલીસે ચેકિંગ દરમિયાન દા પી વાહન ચલાવનાર સહિતના શખસો સામે પણ કાર્યવાહી કરી હતી જેમાં એ ડિવિઝન પોલીસે લાખાજીરાજ રોડ પરથી ગૌરવ સાનતભાઈ પાલાને દા પી વાહન ચલાવતા ઝડપી લીધો હતો. યારે પ્રધુમનનગર પોલીસે પારસી અગિયારી ચોક પાસેથી આશિષ મનોજભાઈ સોલંકી, કુવાડવા પોલીસ એ રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા રોડ પાસેથી સુરેશ જીવણભાઈ મકવાણાને નશાની હાલતમાં ઝડપી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ બસ સ્ટેન્ડ પાસેથી કાદિર ગામાભાઈ શાહ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરથી પ્રવીણ રાજાભાઈ હિંગળા, માલવીયાનગર પોલીસે નાના મોવા ચોક પાસેથી અમરનાથ ભૂષણપ્રસાદ કુમાર, તાલુકા પોલીસે વાવડી ગામ પાસેથી દેવા વસાભાઈ જખાણીયાને નશાની હાલતમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ સિવાય શહેર પોલીસએ ચેકિંગ દરમિયાન ટ્રાફિકમાં અડચણપના પાંચ કેસ કર્યા હતા તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર એક વાહન ચાલક સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech