પોરબંદરમાં જુદા-જુદા ગુન્હાઓ અનુસંધાને પકડાયેલા વાહનો લઈ જવામાં તેના માલિકોએ બેદરકારી દાખવતા આ પ્રકારના ૨૧ જેટલા મોટરસાયકલની પોલીસે હરરાજી કરી હતી, જેના એક લાખ બાવીસ હજાર રૂપીયા હતા. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં મુદામાલ નિકાલ કરવા અંગેની ખાસ સુચના આપેલ. જે અંગે પોરબંદર શહેર વિભાગના એ.એસ.પી. સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવેલ કુલ-૨૧ મોટર સાઈકલનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવ્યુ છે.જે હરાજીમાં ભંગાર અને સ્ક્રેપના કુલ-૩૧ વેપારીઓએ ભાગ લીધો હતો. આ જાહેર હરાજીમાં .૧,૨૨,૦૦૦ ની રકમ પ્રાપ્ત થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વેકેશનમાં આઠ ભવનના અધ્યાપકોને એડમિશનની જવાબદારી સોંપી
April 25, 2025 10:35 AMકલ્યાણપુર નજીક કારને ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી
April 25, 2025 10:33 AMઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMસમાજમાં બદનામીના ડરથી આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
April 25, 2025 10:23 AMમોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત
April 25, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech