મોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત

  • April 25, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબીના રંગપરમા આવેલા પેન્ટાગોન કારખાનાની ગરમ પાણીના નિકાલ માટેની ગટરમાં એક વર્ષની બાળકી રમતા રમતા પડી જતા ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ રંગપર ગામે આવેલા પેન્ટાગોન કારખાનામાં નોકરી કરતા અને ત્યાં જ લેબર ઓરડીમાં રહેતા કિશન રાવની એક વર્ષની દીકરી પાયલ ગઈકાલે સવારે 11 વાગ્યે કારખાના નજીક રમતી હતી ત્યારે રમતા રમતા કારખાનામાંથી નીકળતા ગરમ પાણીના નિકાલ માટેની ગટરમાં પડી જતા ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કારગત ન ન નીવડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application