આજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન

  • April 25, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી- ગોરખપુર- ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આજે તા. ૨૫ એપ્રિલની પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનને યુ.પી. અને બિહારમાં રૂટ ડાયવર્ટ કરવામાં આવશે.

જેમાં આજે તા. 25મી એપ્રિલે રાત્રે 19.40 વાગે પોરબંદરથી ઉપડતી અને રાજકોટ ખાતે રાત્રે 11.55 વાગે પહોંચતી ટ્રેન નંબર 19269 પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ- બારાબંકી- ગોંડા- ગોરખપુર- પાનીહાવા- નરકટિયાગંજ- મુઝફ્ફરપુરને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ- મા બેલ્હા દેવી ધામ- પ્રતાપગઢ- વારાણસી- ઓંડીહાર- છાપરા થઈને મુઝફ્ફરપુર જશે. રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય. વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application