BREAKING NEWS

ઢેબર રોડ પાસેથી ચોરાઉ બાઇક સાથે રીઢા આરોપીને ઝડપી લેતી પોલીસ

  • July 17, 2026 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબી ઝોન–૧ ની ટીમે ઢેબર રોડ પાસેથી ચોરાઉ બાઇક સાથે રીઢા આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે આ બાઈક બાલભવનના ગેટ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.ડીસીપી ઝોન–૧ હેતલ પટેલની સુચના હેઠળ એલ.સી.બી ઝોન–૧ ના પી.એસ.આઇ એમ.કે. મોવલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ મનપગીરી ગૌસ્વામી, હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ પરમાર, રવિરાજભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે ઢેબર રોડ રોકડીયા હનુમાન મંદિર સામેથી એક શખસને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ નરેશ ઉર્ફે ટીનો છગનભાઈ જોગિયાણી (ઉ.વ.૩૭ રહે. રેસકોર્સ માધવરાવ સિંધિયાના ગેટ પાસે બગીચાની ફટપાથ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસેથી બાઈકના કાગળ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે તેની અટક કરી હતી.
શંકાસ્પદ બાઇક સાથે ઝડપાયેલા આ શખસની પોલીસે સઘન પૂછતાછ કરતા આ બાઈક તેણે બાલભવનના ગેટ સામેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે પિયા ૨૦,૦૦૦ ની કિંમતનું આ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા નરેશ ઉર્ફે ટીના સામે અગાઉ રાજકોટના ભકિતનગર, તાલુકા અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં દા, ચોરી, જાહેરનામા ભગં સહિતના નવ ગુના નોંધાય ચૂકયા છે. આ કામગીરીમાં એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ એમ.કે. મોવલીયાની રાહબરીમાં એએસઆઇ હરેશભાઈ પરમાર, મનપગીરી ગૌસ્વામી, હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, હિતેશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ગઢવી, કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા, નિખિલભાઇ પીરોજીયા અને રવિરાજભાઈ પટગીર સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application