રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે વ્હેલી સવારે ખુલતી બજારે થયેલી હરાજીમાં અનાજ, કઠોળ અને તેલીબિયાં સહિતના ઢગલા થયા હતા. જો કે વરસાદની આગાહીને પગલે તમામ જથ્થો પ્લેટફોર્મ ઉપર જ ઉતારવા સુચના જારી કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજે મગફળી અને કપાસનો ભાવ ટેકાના ભાવથી પણ ઉંચો નોંધાયો હતો. મગફળીમાં ૪૦ હજાર ગુણીની આવક સામે ભાવ પ્રતિ ૨૦ કિલોના ૧૪૦૦થી ૧૫૦૦ સુધી રહ્યા હતા. જ્યારે કપાસમાં ૪૦૦૦ ભારીની આવક સાથે ટોપ ક્વોલિટીમાં ભાવ ૧૬૦૦ સુધી રહ્યા હતા.
ખેડૂતોને માલ ઢાંકીને લાવવા સુચના જારી
આગામી દિવસોમાં વરસાદની આગાહી હોય રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેતપેદાશો વેંચવા આવતા ખેડૂતોને માલ ઢાંકીને જ લાવવા તેમજ દુકાનદાર વેપારીઓને ખુલા મેદાનમાં માલ નહીં ઉતારવા ચેરમેન જયેશભાઇ બોઘરા અને સેક્રેટરી બી.આર. તેજાણી દ્વારા સુચના જારી કરાઇ છે.