BREAKING NEWS

ગોંડલના ચકચારી હત્યા કેસમાં સાક્ષીને ખુનની ધમકી આપતાં ફીનાઇલ ગટગટાવ્યું

  • February 02, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામમાં આંતરી તારા લીધે મારા ભાઈને આ જીવન કેદની સજા થઈ છે તેમ કહી હત્યારાના પિતરાઈ ભાઈ અને સાગરી તો એ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફીનાઇલ ગટગટાવી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા જે બનાવમાં ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધ્યો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગોંડલની મોટી બજાર બાવાવાળા શેરીમાં રહેતા 30 વર્ષીય યુવાન અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મોઇન મકસુદ શેખ અને મોહસીનનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૩૦/૦૧/૨૦૨૬ના સાંજના આશરે ૮ થી ૯ વાગ્યા દરમિયાન ઘરે હાજર હતો અને પત્ની દિપાલીને બહાર દુધ લેવા જવું હોય સાથે આવો તેમ કહેતા પત્ની અને દીકરા સાથે એકટીવા મોટર સાયકલ લઈ દુધ લેવા જવા નીકળ્યા હતા.


તે દરમ્યાન ઘરની સામે રહેતા મોઈન મકસુદભાઈ શેખ જેણે મારા મિત્ર હિરેન સુરેશભાઈ છાંટબારનું સાતેક વર્ષ પહેલાં મર્ડર કરેલ હોય અને આ મર્ડરમાં સાક્ષી હોય, જે મર્ડર કેસમાં ૧૦ દિવસ પહેલા મોઈનનો સગો મોટો ભાઈ હુસેન મકસુદભાઈ શેખને આજીવન કેદની સજા પડેલ હતી.


જે બાબતનો ખાર દૂધ લેવા નીકળેલા ફરિયાદીને મોઈનએ ઉભા રાખી કહેલ કે, કેમ મારા ભાઈને તે સજા પડાવી તેમ કહી ગાળો આપેલ હતી. જેથી મેં તેને ગાળ દેવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગેલ કે, તુ આ મર્ડરના કેસમાં મુખ્ય સાક્ષી હતો અને તારા લીધે મારા ભાઈને સજા થયેલ છે, હવે તું જોઈ લે તેમ કહી મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો.


બાદમાં મોઇન સાથે હાજર તેનો માસીનો દીકરો મોસીન (રહે. પારેખ શેરી, ગોંડલ) એ પણ મને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી હતી. આ સમયે પત્ની અને પુત્ર સાથે હોય જેથી ત્યાંથી નીકળી ગયેલ હતા.


ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યે ઘરે હતા ત્યારે મને મનમાં થોડુંક લાગી આવતા ફરિયાદીએ ઘરમાં રહેલ ફિનાઈલ પી લીધેલ અને બાદ મિત્ર નવાજને જાણ થતા તે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયેલ હતો. બાદમાં યુવકે હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં ગોંડલ સીટી પોલીસની ટીમે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application