મનપાના આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર અંગે ધારાસભ્યને આવેદનપત્ર

  • May 24, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર રચના નંદાણીયા કર્મચારીઓને સાથે રાખીને ધારાસભ્યની ઓફીસમાં ગયા પરંતુ તેઓ ન મળતાં પી.એ. ને આવેદનપત્ર પાઠવ્યું

જામનગર મહાપાલિકામાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કેટલાક કર્મચારીઓને બે-બે મહીનાનો પગાર અપાયો નથી, એટલું જ નહીં બે વર્ષથી પીએફ કપાયું ન હોય આ અંગે ઘટતું કરવાની માંગણી સાથે ૭૮-જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાની ઓફીસે આવેદનપત્ર આપવા કર્મચારીઓ ગયા હતાં, પરંતુ તેઓ હાજર ન રહેતા તેમના પીએને આવેદનપત્ર પાઠવી દેવામાં આવ્યું હતું, નગરસેવિકાના જણાવ્યા મુજબ એક મહીના પહેલા આ અંગે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી કાયમી કે કોન્ટ્રાકટર ઉપર મહાપાલિકામાં ભરતી કરવામાં આવી નથી અને આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવે છે, બધી એજન્સીઓ ટાઇમસર પગાર કરતી નથી અને બે-બે મહીને પગાર આપે છે, એટલું જ નહીં છેલ્લા બે વર્ષથી પીએફ પણ જમા કરવામાં આવ્યું નથી અને જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે તેમાં અમુક લોકોના પીએફ નંબર આપેલ નથી તથા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે, આ અંગે અમારા દ્વારા છેલ્લા ત્રણ મહીનાથી જામનગર કોર્પોરેશનમાં મેયર, કમિશ્નર, ચેરમેનને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી અને આ પ્રશ્ર્ન ઉકેલવા અમો આપને વિનંતી કરીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application