BREAKING NEWS

રાજકોટના કનૈયા ચોકનું બોર્ડ ટીપી સ્ટાફે હટાવતા લોકોનો રોષ ફાટ્યો

  • July 10, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગર પાલિકાના  ટીપી સ્ટાફે ગુપચુપ શરૂ કરેલી માર્જિન-પાર્કિંગમાંથી દબાણો હટાવવાની કાર્યવાહી અંતર્ગત આજે રૈયા રોડ ઉપર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ખુદ મહાપાલિકાએ જ મૂકેલા કનૈયા ચોક લખેલા સાઇન બોર્ડને પણ હટાવી લઇ જન્મ કરી લેવામાં આવતા લોકોમાં વિરોધ વંટોળ ઉઠયો હતો અને રોષભેર ટોળા એકત્રિત થઈ ગયા હતા. મ્યુનિ.વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત સાથે હોય કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. વિશેષમાં પ્રાપ્ત વિગતો મુજબ, ટીપી બ્રાન્ચે હાથ વેપારીઓની કનડગત કરે છે ! ધરેલી રોડ ઝુંબેશ અંતર્ગત આજે વેસ્ટ ઝોન હેઠળના રૈયા રોડ ઉપર વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦ની વચ્ચે આવેલા કનૈયા ચોકમાં વર્ષો પૂર્વે ખુદ મહાપાલિકાએ જ મૂકેલા કનૈયા ચોક લખેલા સાઇન બોર્ડને ઉખેડીને ​​જપ્ત કર્યું હતું.​​​​​


રૂપાણીના હસ્તે બોર્ડ સ્થાપિત કરાયું હતું, ઠરાવ પણ થયેલો છેઃ રહીશો

કનૈયા ચોક વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, આજે દૂર કરાયું તે કનૈયા ચોક લમેલું સાઇન બોર્ડ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સ્થાપિત કરવામાં આવ્યું હતું અને આ ચોકનું નામકરણ કનૈયાચોક કરવા ઠરાવ પણ થયેલો છે. આમ છતાં આ સાઈન બોર્ડે શા માટે દૂર કરાયું તે સો મણનો સવાલ છે.


ટીપી સ્ટાફને દબાણો હટાવવાના છે ત્યાં હટાવતા નથી ને વિવાદો કરે છેઃ વેપારીઓ

તૈયા રોડના કનૈયા ચોક વિસ્તારના દુકાનઘર વેપારીઓએ જણાવ્યું હતું કે ટીપી સ્ટાફે ખરેખર જ્યાં દબાણો હટાવવાના છે ત્યાં દબાણો હટાવવા જતા નથી અને આવા વિવાઘે સર્જે છે, વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ટીપી સ્ટાફની બેવડી નીતિ છે, હસા મળે કે પૈસા મળે ત્યાં કંઇ કરતા નથી અને સામાન્ય ગયો હતો. વર્ષો પૂર્વે આ ચોકના નામકરણ મુદ્દે ભારે જમ કરી લેતા હોબાળો મચી વિવાદ થયો હતો અને ત્યારબાદ કનૈયા ચોક લખેલું સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું હતું જે આજે જમ કરી લેવામાં આવતા આજુબાજુના વિસ્તારોના રહીશો તેમજ દુકાનદાર વેપારીઓમાંથી ભારે વિરોધ વંટોળ ઉઠયો હતો અને ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ મામલે ટોળાએ ડ્રાઈવમાં ગયેલા મ્યુનિ.સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ કરી સાઇન બોર્ડ પરત આપવા તેમજ જ્યાં હતું ત્યાં જ લગાવી આપવા માંગ કરી હોવાનું જાણવા મળે છે. અલબત્ત આ બોર્ડ મહાપાલિકાએ મૂક્યું હતું કે અન્ય કોઈએ તે અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી આ બોર્ડ ત્યાં હતું તેમ રહીશોએ મ્યુનિ.સ્ટાફને જણાવ્યું હતું. 


માથાકૂટ થતા મામલો બિચકવાની ભીતિ જણાતા મ્યુનિ.સ્ટાફ એ કનૈયા ચોક લખેલું સાઈન બોર્ડ પરત કર્યું હોવાની ચર્ચા છે. દરમિયાન આ મામલે વેસ્ટ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આવું કંઈ વિવાદ થયાનું હાલ મારા ધ્યાનમાં નથી છતાં તપાસ કરાવું છું ! જ્યારે કામગીરીમાં સ્થળ ઉપર ગયેલા એટીપી સહિતના ઈજનેરોનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તમામના મોબાઈલ ફોન સતત નો રિપ્લાય થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application