BREAKING NEWS

પેન્શનરો ઘરે બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી શકશે

  • May 01, 2026 09:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર : ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા એક મહત્વપૂર્ણ કરાર અનુસાર, રાજ્યના ૫ લાખથી વધુ પેન્શનરો માટે 'હયાતીની ખાતરી' કરાવવાની પ્રક્રિયા હવે અત્યંત સરળ અને સુવિધાજનક બની ગઈ છે. આગામી ૧ મે વી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જ પોતાનું ડિજિટલ જીવન(હયાતી) પ્રમાણપત્ર નિઃશુલ્ક કઢાવી શકશે.સામાન્ય રીતે પેન્શનરોએ દર વર્ષે પોતાની હયાતીની ચકાસણી કરાવવા માટે બેંક, સરકારી ટ્રેઝરી અથવા સંબંધિત કચેરીઓ સુધી લાંબા થવું પડતું હતું. વધતી ઉંમર અને સ્વાસ્થ્યના પ્રશ્નોને કારણે આ પ્રક્રિયા ઘણી કષ્ટદાયક સાબિત થતી હતી. આ નવી પહેલ હેઠળ હવે પેન્શનરોએ ક્યાંય જવાની જરુર: રહેશે નહીં. પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરીના ઘરે રૂબરૂ જઈને આ સેવા પૂરી પાડશે.આ પ્રક્રિયામાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એન આઈ સી) દ્વારા વિકસિત એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. ફેસ ઓવેન્ટિકેશન, ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિકની આધુનિક ટેકનોલોજીને કારણે માત્ર ગણતરીની મિનિટોમાં જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થઈ જશે. આ પ્રમાણપત્રની ડિજિટલ નકલ સીધી જ પેન્શન કચેરી સુધી પહોંચી જશે, જેથી પેપરવર્કની ઝંઝટ પણ રહેશે નહીં.આ યોજનાના અમલીકરણ માટે ગાંધીનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નાણાં સચિવ સંદીપ કુમાર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સરકારના નાણાં વિભાગના નિદેશક અમિત મીણા ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંઘે આ કરાર પર મહોર મારી હતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application