ગુજરાત રાજય સરકાર દ્રારા પાંચેક વર્ષ પૂર્વે રાયના મહાનગરોને સિટી આઇડેન્ટિટી ડેવલપ કરવા તેમજ આઇ કેચિંગ પ્રોજેકટસ સાકાર કરવા માટે ગ્રાન્ટ અપાઇ હતી, દરમિયાન આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટની ઓળખ સમાન રેસકોર્સ સંકુલ રિંગ રોડની ઉપરની ગ્રીલ બદલવા નિર્ણય કરાયો હતો અને વર્ષેા જુની ગ્રીન કલરની લોખંડની ગ્રીલ બદલીને લાખો પિયાના ખર્ચે નવી કલાત્મક ડિઝાઇન સાથેની ગ્રીલનું ફિટિંગ કરવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. દરમિયાન તાજેતરમાં રેસકોર્સ રિંગ રોડ ઉપરની આ ગ્રીલ અનેક સ્થળે ઉપરના હિસ્સામાંથી એકાએક ગાયબ થઇ ગઇ છે. આવા દ્રશ્યો નિહાળીને મોનિગ અને ઇવનિંગ વોકર્સ ચોંકી ઉઠા છે.
રિંગ રોડની ગ્રીલની આવી દુર્દશા કેમ થઇ ? ફકત પાંચ જ વર્ષમાં ગ્રીલના કટકા થઇ ગયા ? આ ગ્રીલ તકલાદી હોવાને કારણે કટાઇ ગઇ ? કોઇ દ્રારા તોડવામાં આવી છે ? કે પછી કલાત્મક ડિઝાઇનયુકત ગ્રીલનો ઉપરનો કલાત્મક હિસ્સો કોઇ ચોરી ગયું છે ? તેવા અનેક સવાલો શહેરીજનોના મનમાં ઉઠી રહ્યા છે. ખાસ કરીને રેસકોર્સ રિંગ રોડ વિસ્તાર સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરના વોર્ડ નં.૨ હેઠળ આવે છે ત્યારે તેઓ ઇચ્છે તો તેમના સ્તરેથી તેઓ આ મામલાની તપાસ આદેશ કરી શકે છે. રેસકોર્સ રિંગ રોડ ઉપર અગાઉ હતી તે લોખંડની મજબુત ગ્રીલ લગભગ ૨૫ વર્ષ જુની હતી છતાં તેની આવી દુર્દશા થઇ ન હતી તેમજ રિંગ રોડની પાળીએ બેસનારા તે ગ્રીલને ટેકો આપીને બેસે તો હલતી ન હતી, યારે આ નવી ગ્રીલ તૂટી ગઇ છે ઉપરાંત તેને ટેકો આપીને બેસો તો હિંચકા લ્યે છે ! ડેઇલી મોનિગ અને ઇવનિંગ વોકમાં જતા સિટીઝન્સ તો ત્યાં સુધી કહે છે કે જુની ગ્રીલ એટલી મજબુત હતી કે તેને બદલવાની જ જર ન હતી, જો ફકત કલરકામ કયુ હોય તો પણ હજુ વર્ષેા સુધી સાથ આપે તેમ હતી, કદાચ કંઇક નવો કે આકર્ષક લુક આપવા બદલાવ કર્યેા તો પણ તેમાં કઇં ખોટું નથી પરંતુ ફકત પાંચ વર્ષમાં નવી ગ્રીલની આવી હાલત થઇ તે દુ:ખદ છે, શહેરની શોભા સમાન રેસકોર્સ રિંગ રોડની ગ્રીલની આવી હાલત કેમ થઇ ? તેની તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે.ખાસ કરીને રાજકોટ મહાપાલિકામાં રેસકોર્સ ડેવલપમેન્ટ નામનો એક વિભાગ છે તેમજ મ્યુનિસિપલ સંકુલોનું રક્ષણ કરવા માટે સુરક્ષા વિભાગ છે તેમજ આઇવે પ્રોજેકટ હેઠળ ચોકે ચોકમાં સીસી ટીવી કેમરા મુકવામાં આવ્યા તેમ છતાં આવું કેમ બન્યું તે તપાસનો વિષય છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે રેસકોર્સ રિંગ રોડ ઉપરથી દરરોજ પસાર થતા હજારો શહેરીજનો આ તૂટેલી ગ્રીલ નજરે નિહાળી શકે છે પરંતુ રાજકોટ મહાપાલિકાના એક પણ અધિકારી, ઇજનેર, કોર્પેારેટર કે પદાધિકારીને આ તૂટેલી ગ્રીલનો ખ્યાલ સુધ્ધાં નથી.રેસકોર્સની ગ્રીલના કટકા: કપાઇ, તોડાઇ કે ચોરાઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં ફસાયેલાં ગુજરાતી પ્રવાસીઓને વતન પરત લાવવા માટે કવાયત શરુ
April 24, 2025 03:10 PMરામનાથ મહાદેવ મંદિર ફરતે પાર્કિંગ માટે પોણો કરોડના ખર્ચે બનશે રિટેઇનિંગ વોલ
April 24, 2025 03:04 PMછત્તીસગઢના બીજાપુરમાં સેના સાથે અથડામણમાં પાંચ નક્સલીઓ ઠાર
April 24, 2025 03:03 PMખેતરની ફેન્સિંગના વીજશોકથી મૃત્યુના કેસમાં જમીન ભાગે રાખનારનો છૂટકારો
April 24, 2025 02:58 PMદક્ષિણ રાજકોટમાં કોર્પોરેશનની ઝોન ઓફિસ-સ્પોર્ટ્સ સંકુલ બનશે
April 24, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech