ગત વર્ષે જય–વીરૂ અન્ય સિંહો સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા હતાં, નથવાણીએ શ્રધ્ધાંજલિ અર્પી
ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, રાયસભા સાંસદ, પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે 'જય–વીરૂ'નેદર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કયુહતું.
જય–વીરૂનું આ બેકલાઇટ બોર્ડ નથવાણી તરફથી આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામરતન નાલા, તેમની વન અધિકારીઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.આ પહેલ વિશે જણાવતા, પરિમલ નથવાણીએ કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે સાસણ ગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી અને વન્યજીવન પ્રેમી જય–વીરૂના વારસાને સારી રીતે જાણે. તે બંને ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતાં. તેઓ ગીરનું સાચું ગૌરવ હતાં અને આ સ્મૃતિ દ્રારા, અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
નથવાણીએ આ સિંહ જોડી સાથે જોડાયેલીપોતાની ઐંડી અંગત લાગણીઓને પણ જણાવતા એ યાદ કયુ હતું કે, તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે તેમના નામકરણમાં સક્રિય રીતે સામેલ હતા જે બાબત આ શ્રદ્ધાંજલિને ભાવનાત્મક બનાવે છે.ગયા વર્ષે અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ જય અને વીરૂનું દુ:ખદ અવસાન થયું હતું. ગત ૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ તે બંનેના મૃત્યુ પછી તુરત જ, નથવાણીએ જય–વીરૂની જોડી નામના એક ભાવનાત્મક લોક–શૈલીના ગાયન અને જય–વીરૂની અમર ગાથા નામની એક સંવેદનાત્મક દસ્તાવેજી રજૂ કરી હતી. આ બંને પ્રોજેકટસે બંને ડાલામથ્થાની પરસ્પરની ભાવના, અતૂટ બંધન અને અમિટ વારસાની પ્રસ્તુતિ કરી હતી.બોલિવૂડની યાદગાર ફિલ્મ શોલેના અમર થઈ ગયેલા પાત્રોની યાદ અપાવતા, જય અને વીરૂનો વાસ્તવિક જીવનનો સંગાથ રૂપેરી પડદા પરના જય–વીરૂની ઉપસ્થિતિ કરતા પણ વધુ છવાઈ ગયો હતો. ગીરના વન્યજીવ પ્રેમીઓ અને અનુભવી ટ્રેકર્સ વારંવાર આ બેલડીના અસંખ્ય સાહસોનું વર્ણન કરે છે. કયારેક કયારેક નાના–મોટા ઝઘડા અને સંઘર્ષ વચ્ચે પણ, આ બંનેનું બંધન અતૂટ રહ્યું હતું કારણ કે તેઓએ સંયુકત રીતે માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા જેવા ક્ષેત્રો પર શાસન કયુ હતું.