ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની મેચ 9 જૂનના રોજ ન્યૂયોર્કમાં યોજાઈ હતી. ભારતે આ મેચ શાનદાર રીતે જીતી હતી. આ મેચ બાદ પાકિસ્તાની ચાહકો ફરી એકવાર નિરાશ જોવા મળ્યા હતા.
મેચ બાદ કરાચીમાં એક યુટ્યુબરને સુરક્ષા ગાર્ડે ગોળી મારી હતી. આ જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. યુટ્યુબર સાદ ભારત પાકિસ્તાન મેચ પર લોકોના અભિપ્રાય લઈ રહ્યો હતો.
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાદ અહેમદ નામનો યુટ્યુબર કરાચીના મોબાઈલ માર્કેટમાં ગયો અને કેટલાય દુકાનદારોના વીડિયો બાઈટ્સ લીધા હતા. આ દરમિયાન તે એક સિક્યુરિટી ગાર્ડની પાસે ગયો અને તેનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ગાર્ડને તેની વાતમાં રસ નહોતો. આ પછી તેણે કથિત રીતે સાદને ગોળી મારી હતી. જ્યારે માઈક્રોફોન તેની પાસે મૂકવામાં આવ્યો ત્યારે ગાર્ડ ગુસ્સે થઈ ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા ગાર્ડ ત્યારબાદ ગુસ્સે થઈ ગયો અને તેણે સાદને તેની બંદૂકથી ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ સાદને મૃત જાહેર કર્યો.
સાદના એક મિત્રએ કહ્યું કે તે પરિવાર માટે એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. સાદ પરિણીત હતો. તે બે બાળકોનો પિતા હતો. આ દુર્ઘટના બાદ કરાચીના મોબાઈલ માર્કેટમાં અંધાધૂંધી મચી ગઈ હતી.
સિક્યોરિટી ગાર્ડની ધરપકડ
પોલીસે જણાવ્યું કે અહેમદ ગુલ નામના 35 વર્ષીય સિક્યોરિટી ગાર્ડે 24 વર્ષીય સાદ અહેમદ પર ગોળીબાર કર્યો જ્યારે તે કરાચીના બફર ઝોન વિસ્તારમાં સેરેના મોબાઈલ મોલ પાસે વીડિયો બનાવી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા ગાર્ડે યુવકને રોક્યો અને પછી તેના પર ગોળીબાર કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સેન્ટ્રલે જણાવ્યું કે આ ઘટના તૈમુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. એસએસપીએ કહ્યું કે પ્રારંભિક પૂછપરછ દરમિયાન ગાર્ડે દાવો કર્યો હતો કે વીડિયો રેકોર્ડ કરતી વખતે સાદ તેની તરફ ઈશારા કરી રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech