BREAKING NEWS

સોમવારે પીએમ મોદી સોમનાથમાંઃ રોડ શો, સૂર્યકિરણ એર-શો સહિતના કાર્યક્રમો, બંગાળી પરિવારો પરંપરાગત પહેરવેશમાં મંદિર પરિસરમાં સ્વાગત કરશે

  • May 09, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યાં છે, ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ તેમને આવકારવા ઉત્સુક છે અને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્ર્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના કરકમળો દ્રારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષના ઉપલક્ષમાં અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૧ મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્રારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન ત્રિવેણી હેલિપેડથી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી ૧ કિલોમીટરનો રોડ શો કરશે. 


જેમાં ૧૨ જ્યોતિર્લિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાયોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે. ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનનું સ્વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાન દ્રારા કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપુજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર–શો અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.મંદિર પરિસરના કાર્યક્રમો પછી વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે.  આ રીતે, વડાપ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય ૭૫ વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે


પીએમના સોમનાથ કાર્યક્રમ માટે રવિ અને સોમ ૧૯૨૫ એસટી બસ ફાળવાશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્ર્રની બે દિવસીય મુલાકાતે છે ત્યારે તેમના સોમનાથ કાર્યક્રમ માટે અગાઉ ૧૬૦૦ એસટી બસ ફાળવવા હત્પકમ કરાયા બાદ તાજેતરમાં વધુ ૩૨૫ સહિત કુલ ૧૯૨૫ બસ ફાળવવા આદેશ કરાયાનું જાણવા મળે છે. રવિ અને સોમવારે રાજકોટથી ૨૧૦, જૂનાગઢથી ૨૦૦, અમદાવાદથી ૧૮૦, ભાવનગરથી ૧૫૦, જામનગરથી ૧૦૦, મહેસાણાથી ૩૨૫, નડિયાદથી ૩૦૦, હિંમતનગરથી ૧૮૦, અમદાવાદથી ૧૦૦ અને પાલનપુરથી ૧૮૦ સહિત કુલ ૧૯૨૫ એસટી બસની પી.એમ.ના સોમનાથ કાર્યક્રમ માટે ફાળવણી કરાશે. એક એસટી બસમાં પંચાવન મુસાફરની ક્ષમતા હોય છે તે ગણતરી મુજબ ઉપરોકત કાર્યક્રમમાં ૧૯૨૫ બસની ફાળવણી કરાતા કત એસટી બસોમાં જ ૧,૦૫,૮૭૫ જેટલા લોકો સોમનાથ પહોંચશે તેવો અંદાજ છે, આ ઉપરાંત ખાનગી વાહનોમાં સોમનાથ જનારા લોકોની સંખ્યા અલગ રહેશે. એકંદરે સવા લાખની વધુની મેદની ઉમટે તેવો અંદાજ વ્યકત થઇ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application