BREAKING NEWS

ચોમાસું આવતીકાલે કેરળ પહોંચશે: દેશના 15 થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી; રાજસ્થાન અને કાશ્મીરમાં કરા પડવાની શક્યતા

  • June 03, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૪ જૂને કેરળમાં દસ્તક દેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો હવામાનની હાલની સ્થિતિ યથાવત રહેશે, તો વિભાગ સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરશે. સામાન્ય રીતે ચોમાસું ૧ જૂનની આસપાસ કેરળ પહોંચતું હોય છે, પરંતુ આ વખતે તેમાં થોડો વિલંબ થયો છે.

હવામાન વૈજ્ઞાનિક નીથા કે. ગોપાલના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસા પૂર્વેની આ પ્રવૃત્તિઓને કારણે ગરમીથી રાહત મળશે, પરંતુ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે.


કેરળમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
ચોમાસાના આગમનને પગલે હવામાન વિભાગે કેરળમાં અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલપ્પુરમ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પથાનમથિટ્ટા અને કોઝિકોડમાં પણ જોરદાર વરસાદની અપેક્ષા છે, જ્યાં ટૂંકા સમયમાં ૧૧ થી ૨૦ સેન્ટીમીટર જેટલો વરસાદ ખાબકી શકે છે.


આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
આગામી થોડા દિવસો દરમિયાન ભારતના મોટા ભાગોમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થશે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે આંધ્રી-તુફાનની શક્યતા છે. દક્ષિણ અને પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ૩ થી ૮ જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં ૫૦ થી ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને જમ્મુ-કાશ્મીરમાં કરા
પહાડી વિસ્તારો અને પશ્ચિમ ભારતના હવામાનમાં પણ મોટો પલટો જોવા મળશે. ૩ અને ૪ જૂનના રોજ જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાં ૩ જૂને ધૂળ ભરી આંધી ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૩ થી ૬ જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે ૪૦-૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News