BREAKING NEWS

જામનગર : હાપા માર્કેટ યાર્ડ વાળો એક તરફનો માર્ગ આવતીકાલથી ચાર માસ માટે બંધ રહેશ

  • January 07, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડ વાળા  માર્ગ માં ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હોવાથી ચાર માસ માટે આ એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.


જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીએ  બીપીએમસી એકટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને જાહેર નોટિસથી જાણ કરી છે કે, જામનગર મહાનગર પાલિકા ની હદ માં હાપા માર્કેટિંગ યાર્ડ ના મુખ્ય રસ્તા પાસે  રેલવે ફાટક થી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના ૪૫ મીટર ટી. પી. રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તામાં તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના ૪૫ મીટર ટી. પી. રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૦૮-૦૧-૨૦૨૬ થી તા.૦૭-૦૫-૨૦૨૬ એટલે કે, ચાર માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આથી જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે  . જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બીપીએમસી એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.


હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલ્વે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના ૪૫ મીટર ટી. પી. રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તામાં તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના ૪૫ મીટર ટી. પી. રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલ્વે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના ૪૫ મીટર ટી. પી. રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી ઉતર દિશા તરફના સર્વિસ રસ્તા તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના ૪૫ મીટર ટી. પી. રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application