BREAKING NEWS

વેરાવળ પંથકમાં એક ઈંચ કમોસમી વરસાદ: માવઠાંનો માહોલ

  • April 03, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના પાડોશી રાયો સહિત દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયકલોનિક સકર્યુલેશનની બેવડી સિસ્ટમ સક્રિય થતા ભર ઉનાળે મોન્સૂનની જેમ કમોસમી વરસાદનો માહોલ ઊભો થયો છે, તેમાં ગઈકાલે દેવભૂમિ દ્રારકા પંથકમાં હળવો કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી રાજકોટ, ગીર સોમનાથ વિસ્તારમાં પણ આકાશમાં વાદળો ચડી આવતા હવામાનમાં પલટો આવતાં સોમનાથ વેરાવળ પંથકમાં ગાજવીજ અને કરા સાથે એક ઈંચ કમોસમી વરસાદ વરસી જવા પામ્યો હતો, યારે જસદણ આટકોટ પંથકમાં હળવા જાપટા અને દેવભૂમિ દ્રારકાના ઓખા મંડળ ભાણવડ પંથકમાં પણ ઝાપટા પડા હતા.
દરમિયાન આજે વહેલી સવારે ફરીથી હવામાન પલટાતા સોમનાથ વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો તેમજ તાલાલા ગીર પંથકમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર કમોસમી વરસાદ શ થયો હતો. વીજળીના કડાકાના અવાજ એટલા બધા જોરદાર હતા કે લોકો પથારીમાંથી બેઠા થઈ ગયા હતા. અને ઠંડા પવન અને બરફના ગાંગડા જેવા કરા સાથેના વરસાદથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે વહેલી સવારનો આ એક ઈંચ કમોસમી વરસાદ પડતા આંબા, બાગાયતી પાકો અને ઉનાળુ વાવેતર નુકસાન થયું હોવાનું મનાય છે. આ ઉપરાંત રાજકોટ, જસદણ આટકોટ પંથકમાં પણ વહેલી સવારે હવામાનમાં પલટો આવવા સાથે કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો, તેમાં આટકોટ જંગવડ પાંચવડા જીવાપર સાણથલી સહિતના વિસ્તારોમાં કયાંક હળવો વરસાદ અને કયાંક વરસાદના છાંટણા પડા હતા.
આજે સવારે આઠથી દસ દરમ્યાન વીજળીના ભારે કડાકા ભડાકા બાદ કલ્યાણપુરમાં એક ઈંચ વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તેમજ ખંભાળીયામાં અડધો ઈંચ વરસાદ પડયો છે.
આ લખાય છે ત્યારે દેવભૂમિ દ્રારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કલ્યાણપુર, ખંભાળીયા, વિસ્તારમાં ઝાપટા પડયા છે.  જાણવા મળ્યા મુજબ, ગીર પંથકના કમોસમી વરસાદને કારણે આંબા સહિતના બાગાયતી પાકો અને ખેતરમાં રહેલા ઉનાળુ વાવેતરને નુકસાન થયું હોવાનું મનાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News