રાજકોટ શહેર અને જિલ્લામાં દોઢ મહિનો સ્વચ્છતા સેવા ઝુંબેશ

  • September 12, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર તથા રાજય સરકારના સ્વચ્છતા સેવા ઝુંબેશ પ્રોજેકટ હેઠળ રાજકોટ જિલ્લ ા સમાહર્તા તત્રં પણ સાબદું બન્યું છે. એક દિવસ બાદ તા.૧૪ને શનિવારથી સતત દોઢ મહિના સુધી એટલે કે, ૩૧ ઓકટોબર સુધી રાજકોટ શહેર–જિલ્લ ામાં સ્વચ્છતાનું અભિયાન હાથ ધરાશે. આ અંગે રાજકોટ કલેકટર કચેરીમાં અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરી જનભાગીદારી સાથે સરકારના આ પ્રોજેકટને સફળ બનાવવા માટે તત્રં દ્રારા તડામાર કામગીરી ચાલી રહી છે.
કેન્દ્ર સરકાર દ્રારા આ પ્રોજેકટ ૧૫ દિવસ સુધીનો છે પરંતુ ગુજરાત રાય દ્રારા એક મહિનો લંબાવી સરદાર પટેલ જયંતી ૩૧ ઓકટોબર સુધી સ્વચ્છતા સેવા ઝુંબેશ રાયભરમાં ચલાવવામાં આવશે. રાજકોટ શહેર–જિલ્લ ામાં જનભાગીદારી સાથે આ પ્રોજેકટને સફળ બનાવાશે. જેમાં રાજકીય અગ્રણીઓ, સામાજીક સંસ્થાઓ, ઉધોગો કે, અન્ય આવા વર્તુળોને જોડવામાં આવશે. સ્વચ્છતા સેવા હેઠળ જાહેર સ્થળોની, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો તેમજ અન્ય આવા જાણીતા સ્થળો, જગ્યા અને સંકુલોની સાફ સફાઈ સાથે જાળવણી કરવામાં આવશે. દોઢ માસના સમયગાળામાં અલગ અલગ કાર્યેા થશે.
આ અભિયાન હેઠળ સ્વચ્છતા કર્મીઓને સેફટીની તાલીમ આપવામાં આવશે. સફાઈ કામદારોને મળતા લાભો બાબતે જાગૃત કરાશે. દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લ ા પંચાયતથી લઈ મહાપાલિકા સુધી ગામથી શહેરમાં સ્વચ્છતા સેવા ઝુંબેશની કામગીરી થશે તેવું કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application