BREAKING NEWS

તા. 8 અને 15 માર્ચની ઓખા- ગોરખપુર ટ્રેન ગોંડા નહીં જાય

  • January 22, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉત્તર પૂર્વ રેલવેમાં ગોંડા-બુઢવલ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી દર રવિવારે પસાર થતી ઓખા- ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની 8 અને 15 માર્ચની બે ટ્રિપ આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે.

જેમાં તા. ૮ અને ૧૫મી માર્ચના રવિવારે ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15046 ઓખા- ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા બારાબંકી- ગોંડા- મનકાપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી- અયોધ્યા કેન્ટ- મનકાપુર થઈને ચાલશે. આ ફેરફારને કારણે ટ્રેન જે સ્ટેશન પર નહીં જાય તેમાં ગોંડા સ્ટેશનનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application